________________
૨૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
અર્થહીન હોઈ “અનર્થદંડ'નું કારણ છે. ઘણી વાનીઓ, ઘણી વસ્તુઓ, અનેકવિધ મસાલા, અનેકવિધ ચટણીઓ, તથા વિવિધ રાઈતાં અને વિવિધ અથાણાંઓનો ઉપયોગ કરવો, તે એક રીતે “અનર્થદંડ જ છે; કારણ કે તે શરીરનાં ધારણ અને પોષણને માટે અનિવાર્ય નથી.
અન્યને “રસમાં આસક્તિ ઊપજે તેવો એક યા બીજા પ્રકારનો પ્રયાસ કરવો તે પણ “અનર્થદંડ” જ છે, એટલે ધર્મી જનોએ તે પ્રકારની પ્રવૃત્તિ કરવી ઉચિત નથી.
ગંધ' : પુષ્પો, સુગંધી દ્રવ્યો, ઊંચી જાતનાં તેલો અને અત્તરો વગેરેમાં આસક્તિ રાખવી અને બીજાની આગળ તેનાં વખાણ કરી તેમને પણ એમાં રસ લેતા કરવા, એ “ગંધ' સંબંધી “અનર્થદંડ છે.
એ જ રીતે ઉપલક્ષણથી સ્પર્શ-સંબંધી સમજી લેવાનું છે.
વસ્ત્ર’–સુઘડતા જરૂરી છે પણ વસ્ત્રના રૂપ-રંગને વધારે પડતું મહત્ત્વ આપીને તેમાં આસક્ત થવું તથા બીજાની આગળ તેનાં ભભકભર્યા વર્ણનો કરવાં. એ વસ્ત્ર-સંબંધી “અનર્થદંડ” છે.
“આસન'-વધારે પડતું રાચ-રચીલું રાખવું, એ “આસન-સંબંધી અનર્થદંડ છે.
“આભરણ'-વધારે પડતાં ઘરેણાં રાખવાં, તેના વિશે અભિમાન કરવું અને બીજાની આગળ તેના જુદી જુદી રીતે દેખાવો કરવા, એ આભરણ-સંબંધી “અનર્થદંડ છે.
(૨૫-૫) આઠમા “અનર્થદંડ વિરમણ વ્રતનો ચોથો પ્રકારપ્રમાદાચણ ૧. સ્નાન, ૨. ઉદ્વર્તન, ૩. વર્ણક, ૪, વિલેપન, ૫. શબ્દ, ૬. રૂપ, ૭. રસ ૮. ગંધ ૯. વસ્ત્ર, ૧૦. આસન અને ૧૧. આભરણ-સંબંધી સેવાયેલા અનર્થદંડ વડે દિવસ-દરમિયાન જે અતિચારો લાગ્યા હોય, (જે અશુભ કર્મ બંધાયા હોય) તે સર્વેથી હું પાછો ફરું છું.
અવતરણિકા-હવે આઠમા “અનર્થદંડ વિરમણ વ્રત વિશે પ્રમાદવશાત્ તે વ્રતમાં લાગતા પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે.
(૨૬-૩) વંધે-[ ]-કંદર્પ, કંદર્પ વિશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org