________________
વંદિતુ સૂત્ર ૧૯૯ (૫) સાજીખાર. (૧૦) તુરી (૬) સાબુ.
(૧૧) વિવિધ ક્ષારો. લાખનો ધંધો અનેક ત્રસ જીવોની હિંસા વિના થતો નથી. તે જ રીતે ધાવડીમાં પણ ઘણા ત્રસ જીવો હોય છે તથા તેના દ્વારા દારૂ બને છે, જે મહાવિકૃતિ છે. ગળીને સડાવવી પડે છે, તેથી તેમાં ઘણા ત્રસ જીવો ઉત્પન્ન થાય છે. હરાલ, મણશીલ વગેરેની વાસથી માખી વગેરે ઘણા જીવો મરી જાય છે.
૮. રસ-વાણિજ્ય રસ-મહાવિકૃતિનો વેપાર કરવો, તે રસ-વાણિજય છે. તેમાં નીચેના ધંધાઓનો સમાવેશ થાય છે :
(૧) મધનો વેપાર (૪) માખણનો વેપાર (૨) મદિરાનો વેપાર (૫) દૂધ-દહીંનો વેપાર (૩) માંસનો વેપાર (૬) ઘી-તેલનો વેપાર, વગેરે.
૯. કેશ-વાણિજ્ય બે પગાં (દાસ-દાસી વગેરે) તથા ચોપગાં વગેરે જીવતાં પ્રાણીઓનો વેપાર કરવો તે “કેશ-વાણિજ્ય' કહેવાય છે. તેમાં નીચેના ધંધાઓનો સમાવેશ થાય છે.
(૧) પૈસા લઈને સ્ત્રી-પુરુષોને વેચવાં. (૨) ગુલામો પકડવાનો ધંધો કરવો. (૩) ઢોર વેચવાં.
૧૦. વિષ-વાણિજ્ય ઝેરો અને ઝેરી પદાર્થોનો વેપાર કરવો, તેને વિષ-વાણિજય કહે છે. તેમાં નીચેના ધંધાઓનો સમાવેશ થાય છે :
(૧) સોમલ, વછનાગ, અફણ, મણશીલ, હરતાલ વગેરે પદાર્થો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org