________________
૨૦૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨
વેચવા.
(૨) શાસ્ત્રીય પદ્ધતિએ બનાવેલાં ઝરો વેચવાં.
(૩) લડાઈનાં શસ્ત્રો, જેવાં કે ઝેરી ગેસ, બૉમ્બ, તોપ, બંદૂક, ભાલાં બરછી, તીર-કામઠા, દારૂગોળો વગેરે બનાવવા અને વેચવાં. (૪) કોશ, કોદાળી, પાવડા વગેરે બનાવીને વેચવા.
૧૧. યંત્ર-પીલનકર્મ નીચેના વસ્તુઓ યંત્ર કહેવાય છે, તેને ચલાવીને ધંધો કરવો તે યંત્રપાલન કર્મ' છે.
(૧) જુદી જુદી જાતની ઘાણી તથા તેલ કાઢવાનાં યંત્રો. (૨) શેરડી પીલવાનો ચિચોડો. (૩) ઊખળ (ખાંડણિઓ) (૪) સાંબેલું. (૫) સરાણ.
જલયંત્ર (પવનચક્કી). (૭) પાતાલમંત્ર (તલ પાડવાનું યંત્ર). (૮) આકાશમંત્ર. (૯) ડોલિકાયંત્ર.
૧૨. નિલંછન-કર્મ નીચેનાં કામો કરીને આજીવિકા ચલાવવી તે નિલછનકર્મ કહેવાય છે -
(૧) બળદ, પાડા તથા ઊંટ વગેરેનાં નાક વીંધવા, વગેરે. (૨) ગાય, ભેંસ, બળદ, ઘોડા વગેરેને આંકવાં, ડામ દેવા વગેરે. (૩) આખલા, ઘોડા વગેરેની ખસી કરવી, વગેરે. (૪) ઊંટ વગેરેની પીઠ ગાળવી, વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org