________________
૧૯૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૭) પથ્થર ફોડી આપવાનો ધંધો.
૬. દંત-વાણિજ્ય દાંત આદિ પશુ-પક્ષીનાં અંગોપાંગમાંથી તૈયાર થતી વસ્તુઓને સંઘરવી કે વેચવી તે “દંતવાણિજ્ય' કહેવાય છે. નીચેની વસ્તુઓનો વેપાર દત-વાણિજ્ય છે.
(૧) હાથીદાંતનો વેપાર. (૨) ઘુવડનાં નખનો વેપાર (૩) હરણનાં શિંગડાં તથા ચામડાનો વેપાર. (૪) હંસ તથા શાહમૃગ વગેરેનાં પીંછાંનો વેપાર. (૫) ચમરી ગાયનાં પૂંછડાનો વેપાર. (૬) કસ્તૂરીનો વેપાર.
(૭) વાઘનું ચામડું, વાઘની મૂછના વાળ તથા વાઘની ચરબીનો વેપાર.
(2) ગેંડાની કે કાચબાની ઢાલનો વેપાર.
આ ધંધાઓ કરતાં એવું કહેવાનો પ્રસંગ આવે છે કે અમારે માટે સારી વસ્તુઓ લાવશો તો વધારે પૈસા આપીશું, એટલે શિકારી લોકો વધારે હિંસા કરે છે, હિંસાને ઉત્તેજન મળે છે.
૭. લાક્ષા-વાણિજ્ય લાખ વગેરે વસ્તુઓનો ધંધો કે જેમાં ઘણા ત્રસ જીવોની હિંસા થાય છે, તેના દ્વારા આજીવિકા ચલાવવી તે “લાક્ષા-વાણિજ' આજીવિકા કહેવાય છે. નીચેની વસ્તુઓના વેપારનો સમાવેશ ‘લાક્ષા-વાણિજ્યમાં થાય છે :
(૧) લાખ (જુદાં જુદાં વૃક્ષોમાંથી થતી). (૨) ધાવડી.
(૭) હરતાલ. (૩) ગળી.
(૮) મણશીલ. (૪) મહુડાં.
(૯) કસુંબો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org