________________
* ‘વંદિતુ સૂત્ર ૦ ૧૯૭ આવે, તે “શકટ-જીવિકા' કહેવાય છે. નીચેના ધંધાઓનો સમાવેશ ‘શકટજીવિકા'માં થાય છે :
૧. ગાડાં બનાવવાં.
૨. સિગરામ, એક્કા, હાથગાડી, ટાંગા તથા ઘોડાગાડીઓ બનાવવી.
૩. મોટરો અને ખટારા બનાવવા. ૪. આગગાડીનાં એંજિનો તથા ડબ્બા બનાવવા. પ. ઉપર જણાવેલાં વાહનોના નાના-મોટા ભાગો તૈયાર કરવા.
૪. ભાટકજીવિકા વાહનોનું તથા જાનવરોનું ભાડું ઉપજાવીને આજીવિકા ચલાવવી, તે ભાટક-જીવિકા' કહેવાય છે. ભાટક-જીવિકામાં નીચેના ધંધાઓનો સમાવેશ થાય છે :
૧. ગાડાં, ગાડી, મોટર, ખટારા, રિક્ષા, આગગાડી, સ્ટીમરો કે વિમાનો ભાડે ફેરવવાં.
૨. હાથી, ઘોડા, ઊંટ, ખચ્ચર, પાડા, બળદ, યાક (બળદ જેવું પહાડી પ્રાણી) વગેરે જનાવરો ભાડે આપવાં.
૫. સ્ફોટક-જીવિકા પૃથ્વીનું પેટ કે પથ્થર ફોડીને આજીવિકા ચલાવવી તે “સ્ફોટકજીવિકા' કહેવાય છે. નીચેના ધંધાઓનો સમાવેશ સ્ફોટક-કર્મમાં થાય છે :
(૧) તળાવ ખોદી આપવાનો ધંધો. (૨) કૂવા ખોદી આપવાનો (બોરીંગ કરવાનો) ધંધો. (૩) વાવ ખોદી આપવાનો ધંધો. (૪) જમીનમાં ખાડા પાડી આપવાનો ધંધો. (૫) બોગદું ખોદી આપવાનો ધંધો. (૬) પથ્થર ખોદી આપવાનો ધંધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org