________________
૧૯૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨
૨. સોનીનું કામ. ૩. ભાડભૂંજાનું કામ. ૪. કુંભારનું કામ. ૫. ઈંટો પકવવાનું કામ. ૬. દીવાસળી બનાવવાનું કામ ૭. ભઠ્ઠીઓ દ્વારા કપડાં ધોવાનું કામ. ૮. સાબુ બનાવવાનું કામ. ૯. ચૂનો પકવવાનું કામ. ૧૦. લાકડાં બાળીને કોલસા કરવાનું કામ. ૧૧. ક્ષારો તથા ભસ્મો બનાવવાનું કામ. ૧૨. બોઈલર ચલાવવાનું કામ, વગેરે.
૨. વન-જીવિકા જેમાં વનસ્પતિનું છેદન-ભેદન મુખ્ય હોય, તે જાતના ધંધા કરીને આજીવિકા મેળવવી, તે “વનજીવિકા' કહેવાય છે. તેમાં નીચેના ધંધાઓનો સમાવેશ થાય છે :
૧. જંગલના ઇજારા રાખવાનો ધંધો. ૨. જંગલોને કાપી આપવાનો ધંધો.
૩. જંગલી પેદાશ, જેવી કે જડીબુટ્ટીઓ, પાંદડાંઓ, ફળો, છાલો, ગુંદર વગેરે વેચવાનો ધંધો.
૪. ઘાસનાં બીડ રાખવાનો ધંધો. ૫. લીલોતરી વેચવાનો ધંધો. ૬. અનાજને ખાંડવા-ભરડવાનો તથા દળવાનો ધંધો. (યોગશાસ્ત્રમાં આ ધંધાનો સમાવેશ વનકર્મમાં કરેલો છે.)
૩. શકટ-જીવિકા જેમાં ગાડાં તથા તેના ભાગો બનાવીને આજીવિકા ચલાવવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org