________________
વંદિતુ સૂત્ર ૧૯૩ ૫. દુષ્પક્વ આહાર એ પાંચ અતિચારો ‘ભોગોપભોગમાન વ્રત' સંબંધી જાણવા.
(૨૧-૫) (હવે સાતમા ગુણવ્રતના ઉપભોગ-પરિભોગ વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી ભોગપભોગ પરિમાણ (બીજા) ગુણવ્રતના વિશેના અતિચારોની આલોચના કરું છું.) તેમાં (૧) સચિત્તઆહાર (નિયત કરેલા પ્રમાણથી અધિક અથવા પરિહાર કરેલા સચિત્ત આહારના ભક્ષણથી), (૨) સચિત્ત પ્રતિબદ્ધ-આહાર, (૩) અપક્વ-આહાર (૪) દુષ્પકવ-આહાર અને (૫) તુચ્છૌષધિ ભક્ષણ એ પ્રમાણે સાતમાં વ્રતના (પાંચ) અતિચાર વિશે દિવસ દરમિયાન (જે કંઈ અશુભ કર્મ બંધાયાં હોય) તે સર્વેથી હું પાછો ફરું છું.
અવતરણિકા-હવે ભોગપભોગ પરિમાણ (બીજા) ગુણવ્રત નામના સાતમા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વ્રતમાં (અધિક પાપારંભવાળા) પંદર કર્માદાન (વ્યાપારો ઉદ્યમ) આશ્રયી પંદર અતિચારોનું પ્રતિક્રમણ (બે ગાથા દ્વારા જણાવાય છે.)
(૩૩-૩) ફુલ્લી--સારી-માદી-પોલી-(મારી-વન-ટી માટી-wોટીપું [ો]) અંગાર, વન, શકટ, ભાટક અને સ્ફોટક (કર્મ)ને.
મહુડાં વગેરે વિર્યવિકારની વૃદ્ધિ કરનારી ચીજો અજાણતાં કે સહસાત્કાર વગેરેથી - ખવાઈ જાય, તો સાવદ્ય આહારના ત્યાગ વ્રતવાળાને અતિચાર લાગે (ઇરાદાપૂર્વક ખાવાથી વ્રતભંગ થાય,) આ ચોથો અતિચાર કહ્યો.
યોગશાસ્ત્ર (અનુવાદ) તૃતીય પ્રકાશ પૃ. ૨૬૦ * મકવ -સુરીશ્વાના (મદિરાનાં સંધાદિકવાળું એટલે મિશ્રિત કરેલું.)
અભિષવ-(૧) અનેક દ્રવ્યના સંધાનથી નિપજેલી સુરા, (૨) મધ-આદિ નરમ દ્રવ્ય (૩) અથવા સુરા અને સંધાન (કાલાતિક્રમ થયેલું અથાણું ) ઇત્યાદિ વસ્તુ સાવદ્ય આહારના વર્જકને અનાભોગ (અજાણપણું), અતિક્રમ ઇત્યાદિકથી અતિચાર લાગે છે.
અહીં ધર્મબિન્દુ ગ્રંથમાં અને યોગશાસ્ત્ર ગ્રંથમાં સાતમા ઉપભોગપરિભોગવ્રતના ચોથા-અતિચાર તરીકે ‘મિષવ' એ પ્રમાણે પાઠ છે. તેનો અર્થ ઉપર પ્રમાણે છે.
પ્ર.-૨-૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org