________________
૧૯૨ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
સાતમા વ્રતનો પહેલો અતિચાર લાગે છે. તે જ રીતે ‘સચિત્ત’ના સંબંધવાળી વસ્તુઓ મુખમાં મૂકી દે, તો તેને ‘સચિત્ત-પ્રતિબદ્ધાહાર' નામનો સાતમા વ્રતનો બીજો અતિચાર લાગે છે. જો ખાદ્ય વનસ્પતિનો રાંધ્યા વિના જ ‘હવે તે અચિત્ત થઈ છે' એવી બુદ્ધિથી તેનું ભક્ષણ કરે, તો ‘અપક્વ-ઔષધિભક્ષણ' નામનો સાતમા વ્રતનો ત્રીજો અતિચાર લાગે છે. જો ખાઘ વનસ્પતિને કાચીપાકી પક્વીને કે અરધીપરધી શેકીને તેનું ભક્ષણ કરે, તો ‘દુષ્પક્વ ઔષધિ-ભક્ષણ' નામનો સાતમા વ્રતનો ચોથો અતિચાર લાગે છે; અને જો તુચ્છ વનસ્પતિનું ભક્ષણ કરે તો ‘તુચ્છ-ઔષધિ-ભક્ષણ’ નામનો સાતમા વ્રતનો પાંચમો અતિચાર લાગે છે.
શ્રીહરિભદ્રસૂરિજીએ ધર્મબિંદુ(અ. ૩)માં આ અતિચારોની ગણતરી આ પ્રમાણે કરી છે :
‘‘સવિત્ત-સંવન્દ્વ-સંમિશ્રામિષવ-ટુબટ્ટાહારી વૃતિ કર્મા"
૧. સચિત્ત, ૨. સચિત્ત સાથે બંધાયેલ (જોડાયેલ), ૩. સચિત્તથી મિશ્ર, ૪. ઘણા માદક દ્રવ્યથી બનેલું તથા ૫. અડધું કાચું અને અરધું પાકું’ એ પાંચ પ્રકારના અતિચાર જાણવા.
શ્રી હેમચંદ્રાચાર્યે યોગાશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં આ અતિચારોના સંબંધમાં જણાવ્યું છે કે ઃ
“વિત્તત્તેન સંવ૪:, સંમિત્રો મિષવસ્તથા । દુષ્પાહાર ત્યેતે, મોજોવમોમાન: ''
-પ્ર. ૩, શ્લો. ૯૮. *‘૧. સચિત્ત, ૨. તેનાથી સંબદ્ધ, ૩. સંમિશ્ર, ૪. અભિષવ, અને
★ अभिषवोऽनेकद्रव्य संधान निष्पन्नः सुरासौवीरकादिः, मांसप्रकारखण्डादिर्वा, सुरामध्वाद्यभिस्यन्दि वृष्यद्रव्योपयोगो वा, अयमपि सावद्याहारवर्जकस्याना भोगातिक्रमादिनाऽतिचार इति चतुर्थ: । (योगशास्त्र स्वोपज्ञ विवरण श्लोक ९८ - प्रकाश तृतीयः પૃ. ૬).
ભાવાર્થઃ-અભિષવ-અનેક દ્રવ્યો એકઠાં કરીને કહોવડાવીને તેમાંથી કાઢવામાં આવતા દરેક જાતિના રસો, આસવો, તથા દારૂ, સૌવીર આદિ, માંસના પ્રકારો કે ગોળ આદિ મીઠી વસ્તુઓ દારૂ, તાડી વગેરે. જેમાંથી માદક રસ ઝરતો હોય, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org