________________
વંદિતુ સૂત્ર ૧૯૧ જે રંધાયું ન હોય તે “અપક્વ,” જે કાચું-પાકું રંધાયું હોય તે દુષ્પક્વ'. ચાળ્યા વગરનો લોટ વગેરે અપક્વ” તથા પોંક-પાપડી વગેરે અને કાચા-પાકાં શાક, ફળો વગેરે “દુષ્પક્વ' ગણાય.
માદા [આહારે-આહારને વિશે. આહાર-ભોજન, તેના વિશે.
તુચ્છાદ-મરાયા-[તુચ્છીષધ-પક્ષપાતા-તુચ્છ વનસ્પતિઓનું ભક્ષણ.
તુચ્છ એવી જે મૌષધ, તે તુચ્છૌષધ, તેની અક્ષમતા તે તુચ્છૌષધિપક્ષતા. જેમાં ખાવાનું થોડું હોય અને ફેંકી દેવાનું વિશેષ હોય, તે “તુચ્છ'. તેવી “ઔષધિ' એટલે વનસ્પતિ, તે તુચ્છૌષધિ' તેનું ભક્ષણ કરવું-ભોજન કરવું તે ‘તુચ્છૌષધિ-ભક્ષણતા.”
ડમે સેસિ સળં-પૂર્વવત્.
(૨૧-૪) વિજે....મવરલાયા.... પ્રમાણથી અધિક સચિત્ત આહારના ભક્ષણમાં, સચિત્તથી સંયુક્ત આહારના ભક્ષણમાં, અપક્વ ઔષધિનાં ભક્ષણમાં, દુષ્પક્વ ઔષધિનાં ભક્ષણમાં અને તુચ્છ ઔષધિનાં ભક્ષણમાં જે અતિચારો લાગ્યા હોય.
જે દ્રવ્ય જીવથી યુક્ત હોય તે સચેતન કે “સચિત્ત' કહેવાય છે. નવગુત્ત સંય' (નિ. ચુ. ઉ. ૧). અને અગ્નિ આદિ શસ્ત્રો પરિણમવાથી જેમાંથી ચેતન ચાલ્યું ગયું હોય તે “અચિત્ત' કહેવાય છે. ઠંડું પાણી “સચિત્ત છે, “ત્રણ ઉકાળા' વાળું-ગરમ (પાકું) પાણી “અચિત્ત' છે. ઘઉં “સચિત્ત છે, તેની બનાવેલી રોટલી “અચિત્ત' છે. ભીંડા વગેરે શાક “સચિત્ત છે, રંધાયા પછી તે “અચિત્ત' છે. એ રીતે દરેક વસ્તુમાં “સચિત્ત-અચિત્ત'નો ભેદ સમજવાનો છે.
“સચિત્ત' દ્રવ્યનો સર્વથા ત્યાગ કરીને “અચિત્ત' દ્રવ્યો વાપરવાં તે શ્રાવકને માટે ઈષ્ટ છે. જો તેમ ન જ બની શકે તો તેણે “સચિત્ત' દ્રવ્યોનું પ્રમાણ નક્કી કરવું ઘટે છે. આવું પ્રમાણ ધારણ કરનાર જો સરતચૂકથી “સચિત્તનો ઉપયોગ પ્રમાણ કરતાં અધિક કરે, તો તેને “સચિત્તાહાર' નામનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org