________________
૧૯૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
વગેરેના ૨ાખેલ ભોગોપભોગના પ્રમાણમાં (પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી) સાતમા ભોગોપભોગ પરિમાણ વ્રત વિશેઅતિક્રમણથી જે અતિચાર લાગ્યા હોય (જે કાંઈ અશુભ કર્મ બંધાયાં હોય) તેની હું નિંદા કરું છું.
અવતરણિકા-હવે ભોગોપભોગ પરિમાણ (બીજા) ગુણવ્રત નામના સાતમા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વ્રતમાં ઉપભોગ પરિભોગ બન્નેને આશ્રયી પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે.
(૨૧-૩) સચિત્ત-[સવિત્તે]-સચિત્ત આહારને વિશે. સત્તત્તે આદિ પદનો સંબંધ આહાર સાથે છે. પઙિવદ્વે–[પ્રતિબદ્ધે]-સચિત્ત-પ્રતિબદ્ધ આહારને વિશે. સવિત્ત વડે પ્રતિવદ્ધ તે સચિત્ત-પ્રતિબદ્ધ, તેના વિશે.
જે વસ્તુ સામાન્ય રીતે નિર્જીવ થયેલી હોય પણ તેમાંનો કોઈ ભાગ સચિત્ત સાથે જોડાયેલો હોય, તે ‘સચિત્ત-પ્રતિબદ્ધ' કહેવાય છે. વૃક્ષનો ગુંદર, બીજ-સહિત પાકેલું ફળ વગેરે ‘સચિત્ત-પ્રતિબદ્ધ' આહાર છે, તેના વિશે.
અપોન-દ્રુોલિયં-[અપ્રવૃતિત-દુષ્પ્રવૃતિત]-અપક્વ અને દુષ્પવ
વનસ્પતિના આહારને વિશે.
ઞપર્ધા અને સુખદ ‘અપ ટુઋ. અહીં ગૌધિ પદ અધ્યાહાર છે અને આગળ મહાર પદ આવેલું છે, એટલે ‘અપન્ન-ટુ નો અર્થ અપક્વ અને દુષ્પક્વ એવી ઔષધિના વનસ્પતિના આહારને વિશે એમ સમજવાનો છે. શ્રીઉપાસકદશાંગસૂત્રમાં સાતમા વ્રતના અતિચારો ગણાવતાં કહ્યું છે કે-‘‘તત્ત્વ णं भोयणओ समणोवासएणं पञ्च अइयारा जाणियव्वा, न समायरियव्वा, तं जहा १ सचित्ताहारे, २ सचित्तपडिबद्धाहारे, ३ अपउलि- ओसहि-भक्खणया, ४ दुप्पउलि-ओसहि भक्खणया, ५ तुच्छोसहि - भक्खणया.' તે સાતમા વ્રતમાં શ્રમણોપાસકે ભોજન-સંબંધી પાંચ અતિચારો જાણવા પણ આચરવા નહિ તે આ રીતે-૧. સિંચત્ત આહાર, ૨. સચિત્ત પ્રતિબદ્ધ આહાર, ૩. અપક્વઔષધિ-ભક્ષણતા, ૪. દુષ્પક્વ ઔષધિ-ભક્ષણતા અને ૫. તુચ્છ-ઔષધિ
ભક્ષણતા.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org