________________
વંદિતુ સૂત્ર ૦ ૧૪૫
સમ્પત્ત-ફ-સિક્તિએ અતિવા૨ાન-સમ્યત્વના અતિચારોને, સમતિમાં લાગેલાં દૂષણોને.
સાચી માવ સભ્યત્ત્વમ્'-સમ્યફ એટલે યથાર્થ, તેનો ભાવ તે સમ્યક્ત. “સમ્યફ’ શબ્દ યથાર્થતાનો દ્યોતક છે અથવા મોક્ષમાર્ગથી અવિરુદ્ધ માર્ગનો સૂચક છે, તેથી યથાર્થ કે મોક્ષમાર્ગથી અવિરુદ્ધ માર્ગ કે તત્ત્વનો ભાવ તે “સમ્યક્ત” છે. વિશેષ અર્થમાં તત્ત્વરુચિ કે તત્ત્વના બોધપૂર્વકની શ્રદ્ધા તે સમ્યત્ત્વ છે. શ્રીહરિભદ્રસૂરિએ પ્રથમ પંચાશકમાં જણાવ્યું છે કે “તત્ત~સદ્દદ સમ્મત્ત'-તત્ત્વના (તાત્વિક) અર્થોની શ્રદ્ધા કરવી, તે “સમ્યક્ત'. અહીં ‘તત્ત્વ' શબ્દથી ભાવ અને “અર્થ શબ્દથી જીવાદિ નવ પદાર્થો સમજવાના છે. તે આ પ્રમાણે :- (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ અને (૯) મોક્ષ. એ નવ પદાર્થો-તત્ત્વો પર હૃદયથી શ્રદ્ધા, તે “સમ્યક્ત' છે.
“સમ્યત્વ'નું વ્યાવહારિક સ્વરૂપ “સુદેવ, “સુગુરુ અને “સુધર્મ' પરની શ્રદ્ધાથી નિશ્ચિત થાય છે. તેમાં અઢાર દોષોથી રહિત, પરમ વીતરાગ, પરમ જ્ઞાની, પરમ પુરુષ, પુરુષોત્તમ એવા જે અરિહંત ભગવાન તથા આઠ કર્મોથી રહિત, અનંત ચતુષ્ટયથી સહિત, નિરંજન, નિરાકાર, ચિદાનંદઘનસ્વરૂપ એવા સિદ્ધ ભગવાન તે “સુદેવ' છે; પાંચ મહાવ્રતોના ધારક, પાંચ આચારોના પાલક, પાંચ સમિતિએ સમિત, પાંચ ગુપ્તિએ ગુપ્ત, નિર્મમ, નિરહંકાર, સરલ પરિણામી, સદા સંતોષી, જ્ઞાનવાન અને પરમ તપસ્વી એવા સાધુ મુનિરાજ તે “સુગુર' છે; તથા વીતરાગોએ પ્રરૂપેલો શુદ્ધ દયામય, સત્યમય, સ્યાદ્વાદમય અને શિવસુખને પમાડનારો ધર્મ તે સુધર્મ છે.
“સમ્યક્તનું સ્વરૂપ વિશદ રીતે સમજવા માટે નીચે પ્રમાણે તેના અનેક ભેદો પાડવામાં આવ્યા છે.
તત્ત્વમાં રુચિરૂપ આત્માનો વિશુદ્ધ પરિણામ તે તત્ત્વરુચિ સમ્યક્ત'નો એક પ્રકાર. ૧. “આધિગમિક' (ઉપદેશથી થતું) અને ૨. નૈસર્ગિક' (સહજ રીતે થતું) તે “સમ્યત્ત્વના બે પ્રકાર. ૧. “કારક (ગુરુના ઉપદેશથી તપ, જપ વગેરે ક્રિયાની શ્રદ્ધા), ૨. “દીપક' (પોતાની પ્ર.-૨-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org