________________
૧૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
સમ્યક્ત્વનો આ પહેલો ‘અતિચાર’ છે. વિગત માટે જુઓ સૂત્ર ૨૮. રવ–[ાંક્ષા]-અન્ય મતની ઇચ્છા.
સમ્યક્ત્વનો આ બીજો ‘અતિચાર’ છે. વિગત માટે જુઓ સૂત્ર ૨૮. વાનું ઘુ માત્રામેળ માટે કરાયું હોય તેમ જણાય છે.
વિધિચ્છા-[વિવિવિધત્સા]-ક્રિયાના ફલ-વિષયમાં સંદેહ અથવા મતિવિભ્રમ કે ધર્મીઓ પ્રત્યે જુગુપ્સા.
સમ્યક્ત્વનો આ ત્રીજો ‘અતિચાર’ છે. વિગત માટે જુઓ સૂત્ર ૨૮. પરંત–[પ્રશંસા]–પ્રશંસા, વર્ણન-વખાણ કરવાં તે,
આ પદનો સંબંધ હ્રતિનીસુ પદ સાથે જોડવાનો છે. એટલે કુલિંગીઓની ‘પ્રશંસા'-મિથ્યાદષ્ટિઓની પ્રશંસા એ સમ્યક્ત્વનો ચોથો ‘અતિચાર’ છે. કુલિંગીઓની પ્રશંસા કરવાથી મિથ્યાત્વની પુષ્ટિ થાય છે, અતત્ત્વમાં શ્રદ્ધા કર્યા-કરાવ્યાનો દોષ લાગે છે તથા તીવ્ર કર્મ બંધાય છે. પસંજ્ઞાનું પસંસ માત્રામેળ માટે કરાયું હોય તેમ જણાય છે. તહ-[તથા]-તે જ રીતે.
મંથવો-[સંસ્તવઃ]-પરિચય, સંસર્ગ.
સંસ્તવઃ સ્થાત્ પરિચય:-અ. ચિં. ૧૫૧૩.
‘સંસ્તવ’ પદનો સંબંધ પણ ઋત્તિનીસુ પદ સાથે જોડવાનો છે. એટલે કુલિંગીઓનો પરિચય, સહવાસ, સંસર્ગ કરવો તે સમ્યક્ત્વનો પાંચમો ‘અતિચાર’ છે. કુલિંગીઓ-મિથ્યાર્દષ્ટિઓની સાથે એકત્ર વાસ, ભોજન, આલાપાદિ પરિચય રાખવાથી સુખે સાધી શકાય તેવી તેમની ક્રિયાઓ સાંભળવાથી અને જોવાથી દૃઢ સમ્યક્ત્વવાળાનો પણ દૃષ્ટિભેદ સંભવે છે, તો પછી નવો ધર્મ પામનાર સામાન્ય બુદ્ધિવાળાના સંબંધમાં તો કહેવું જ શું ? નિશીયુ-[ઋતિકિğ]-કુલિંગીઓને વિશે, કુતીર્થિકોને વિશે.
'कुत्सितं लिङ्गं विद्यते येषां ते कुलिङ्गिनः तेषु . '
જેઓનું લિંગ-જેઓનો વેષ તથા આચાર વગેરે કુત્સિત છે-શિવસુખપ્રાપ્તિમાં બાધક છે તેઓ કુલિંગી; તેમના વિશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org