________________
‘વંદિતુ સૂત્ર ૧૪૩ (૧) મા મને મોશે ન નિકો-ઉપયોગની શૂન્યતાથી (શરતચૂકથી), દબાણથી કે ફરજથી.
ઉપર્યુક્ત ક્રિયાઓ કેવા સંજોગોમાં થઈ હોય તો કર્મબંધનું કારણ બને છે, તે જણાવવા માટે આ ત્રણ પદોની યોજના કરેલી છે : (૧) “અણાભોગ' એટલે શરતચૂક થવી કે ખ્યાલ ન રહેવો. (૨) “અભિયોગ” એટલે કોઈના આગ્રહ કે દબાણને વશ થઈને કામ કરવું. (૩) “નિયોગ' એટલે પોતાની ઇચ્છા ન હોય, પણ અધિકારને અંગે કે ફરજને લીધે કામ કરવું. સમ્યક્ત અંગીકાર કરતી વખતે નીચેના છ અભિયોગનો અપવાદ રાખવામાં આવે છે :
(૧) “રાજાભિયોગરાજાના દબાણથી કોઈ કામ કરવું પડે તે.
(૨) “ગણાભિયોગ'-લોક-સમૂહના દબાણથી કે કુટુંબના આગ્રહથી કોઈ કામ કરવું પડે તે.
(૩) “બલાભિયોગ-વધારે બળવાનના દબાણથી કોઈ કામ કરવું પડે તે.
(૪) “દેવાભિયોગ-દેવતાઓના દબાણથી કોઈ કામ કરવું પડે છે.
(૫) “ગુરુ-અભિયોગ' માતા પિતાદિ વડીલ જનોના દબાણથી કોઈ કામ કરવું પડે તે.
(૬) “વૃત્તિ-કાંતારાભિયોગ'-દુષ્કાળ જેવા પ્રસંગમાં અથવા અરણ્ય વગેરે સ્થાનમાં સર્વથા નિર્વાહનો અભાવ હોય, તેવા વિષમ પ્રસંગમાં આજીવિકાને માટે કોઈ કામ કરવું પડે તે.
(૫-૫) શરતચૂકથી, દબાણથી કે ફરજવશાત્ આગમનમાં, નિર્ગમનમાં, એક ઠેકાણે ઊભા રહેવામાં અને ચંક્રમણમાં (વારંવાર ચાલવામાં) દિવસ દરમિયાન (દર્શનાચાર વિશે) જે કાંઈ અશુભ કર્મ બાંધ્યું હોય, તે સર્વથી હું પાછો ફરું છું, નિંદું છું અને ગર્લ્ડ છે.
અવતરણિકા- સમ્યક્તમાં લાગેલા અતિચારના પ્રતિક્રમણ વિશે જણાવાય છે.
(૬-૩) સં-[શi]-શંકા, સંશય. (દ્રવ્ય-ગુણ-વિષયમાં.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org