________________
(૮)
વંદિતુ સૂત્ર ૦ ૧૩૯ વિકારી દૃષ્ટિથી સ્ત્રીનાં અંગોપાંગાદિ જોવાં તથા ભય અને કુતૂહલથી નિરીક્ષણ આદિ કરવાં એ અપ્રશસ્ત ચક્ષુરિન્દ્રિયનો વ્યવહાર છે. (૫) પુષ્પ, કેસર, કસ્તુરીબરાસ, ચંદન વગેરે ભક્તિનાં દ્રવ્યોની વાસ
વડે પરીક્ષા કરે, તે પ્રશસ્ત ધ્રાણેન્દ્રિય. (૬) પ્રિય, અપ્રિય અથવા મનોજ્ઞતા અને અમનોજ્ઞતાના ભાવપૂર્વક વાસ
લેવાની પ્રવૃત્તિ કરે, તે અપ્રશસ્ત ધ્રાણેન્દ્રિય. (૭) ગુરુ આદિને આપવા યોગ્ય આહાર-પાણીની પરીક્ષા ચાખીને કરે, તે
પ્રશસ્ત રસનેન્દ્રિય. પ્રિય, અપ્રિય અથવા મનોજ્ઞતા અને અમનોજ્ઞતાના ભાવપૂર્વક
વસ્તુઓને ચાખે, તે અપ્રશસ્ત રસનેન્દ્રિય. (૯) સાધુ-સાધ્વીને આપવા યોગ્ય આહાર-પાણી તથા આસનાદિની સ્પર્શ
વડે પરીક્ષા કરે, તે પ્રશસ્ત સ્પર્શનેન્દ્રિય. (૧૦) પ્રિય, અપ્રિય અથવા મનોજ્ઞતા અને અમનોજ્ઞતાના ભાવપૂર્વક જે તે
સ્પર્શ કરે, તે અપ્રશસ્ત સ્પર્શનેન્દ્રિય. (૧૧) શિષ્યાદિ-પરિવાર તથા પુત્ર-પુત્રીઓને સુશિક્ષિત બનાવવા માટે જે
કૃત્રિમ ક્રોધ કરવામાં આવે, તે પ્રશસ્ત ક્રોધ. (૧૨) પ્રિય-અપ્રિયાદિ પ્રસંગોને કારણે જે ગુસ્સો કરવામાં આવે, તે
અપ્રશસ્ત ક્રોધ. (૧૩) ધર્મ અને ધર્મ-પાલન માટેનું અભિમાન તે પ્રશસ્ત માન. (૧૪) પ્રિય-અપ્રિયાદિ પ્રસંગોનાં કારણોએ અભિમાન કરવું, તે અપ્રશસ્ત
માન. (૧૫) કોઈ પણ આત્માનું આત્મિક હિત લક્ષ્યમાં રાખી તે માટે જરૂરી બાહ્ય
કે આભ્યન્તર સાધનો માટે જે કૃત્રિમ વ્યવહારરૂપ દેખાવ કરવો પડે,
તે પ્રશસ્ત માયા. (૧૬) સ્વાર્થ માટે કોઈને છેતરવાની બુદ્ધિથી જે પ્રપંચ કરવામાં આવે, તે
અપ્રશસ્ત માયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org