________________
૧૪૦૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
(૧૭) જ્ઞાન, દર્શન અને ચારિત્રની ક્રિયાઓમાં તથા વિનય અને વૈયાવૃત્ત્વ વગેરે ગુણોમાં લોભ કરવો, તે પ્રશસ્ત લોભ.
(૧૮) ધન-ધાન્યાદિક પરિગ્રહમાં મમત્વબુદ્ધિથી જે લોભ કરવો, તે અપ્રશસ્ત લોભ.
(૧૯) ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં પ્રવર્તતો મનનો યોગ, તે પ્રશસ્ત મનોયોગ.
(૨૦) આર્ત્ત-ધ્યાન અને રૌદ્રધ્યાનમાં પ્રવર્તતો મનનો યોગ, તે અપ્રશસ્ત મનોયોગ.
(૨૧) દેવ, ગુરુ, સંઘ, સાધુ અને ધર્મના ગુણ ગાવામાં પ્રવર્તતો વાણીનો યોગ, તે પ્રશસ્ત વચનયોગ.
(૨૨) સાંસારિક પ્રવૃત્તિઓ નિમિત્તે પ્રવર્તતો વાણીનો યોગ, તે અપ્રશસ્ત વચનયોગ.
(૨૩) દેવ-દર્શન, ગુરુ-વંદન, તીર્થ-યાત્રા, વૈયાવૃત્ત્વ આદિ નિમિત્તે થતો કાયાનો યોગ, તે પ્રશસ્ત કાયયોગ.
(૨૪) સાંસારિક હેતુથી થતો કાયાનો યોગ, તે અપ્રશસ્ત કાયયોગ. રામે વોસેળ વ-રાગ વડે અથવા દ્વેષ વડે.
રાગ અને દ્વેષના પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે વિભાગો થઈ શકે છે.
અરિહંત દેવો, સુગુરુઓ, સુસાધુઓ વગેરે પર જે રાગ, તે પ્રશસ્ત
વિષય-ભોગ આદિ પર જે રાગ, તે અપ્રશસ્ત રાગ.
પોતાનાં કરેલાં પાપો અને પ્રમાદ પ્રત્યે દ્વેષ થવો, તે પ્રશસ્ત દ્વેષ. શત્રુઓ વગેરે પ્રતિકૂળ જનો પર દ્વેષ થવો, તે અપ્રશસ્ત દ્વેષ. તં નિવે ત વ રિહામિ-પૂર્વવત્.
(૪-૫) (અશુભ વ્યાપારમાં પ્રવર્તાવેલી) પાંચ ઇન્દ્રિયો વડે (અથવા
રાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org