________________
૧૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
વોલે-દ્વિ-દ્વેષથી, અપ્રીતિથી.
દિષત્તિ ૩ કીર્તિ મનક્તિ તેન તમિન વી પ્રાબિન તિ છેષઃ' જેનાથી કે જે છતે પ્રાણીઓ અપ્રીતિને, માત્સર્યને ધારણ કરે છે, તે “ઢષ', વૈર, તિરસ્કાર વગેરે તેના પર્યાયશબ્દો છે.
વ-[વા]-અથવા. તં ક્લેિ તે ર રિ -પૂર્વવત્.
(૪-૪) = વર્દિ વષર્દૂિ સર્દિ મળત્યેર્દિ-પાંચ અપ્રશસ્ત ઇંદ્રિયો વડે, ચાર અપ્રશસ્ત કષાયો વડે [તથા ત્રણ અપ્રશસ્ત યોગો વડે જે અશુભ કર્મ બાંધ્યું હોય.
પં વર્લ્ડ એ બે પદોની સાથે ‘મસુદ્દે Í' એ પદો અધ્યાહાર રહેલાં છે. એટલે તેનો અર્થ “જે અશુભ કર્મ બાંધ્યું હોય એમ કરવાનો છે. અહીં અશુભ કર્મનો બંધ થવાનાં મુખ્ય કારણોમાં “અપ્રશસ્ત ઇંદ્રિયો' અને “અખંશસ્ત કષાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે; પરંતુ ઉપલક્ષણથી તેમાં “યોગ'નો એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધનો સ્પષ્ટ અર્થ એ છે કે “પાંચ અપ્રશસ્ત ઇંદ્રિયો વડે, ચાર અપ્રશસ્ત કષાયો વડે અને ત્રણ અપ્રશસ્ત યોગો વડે, જે અશુભ કર્મ બંધાયું હોય.”
ઇંદ્રિય, કષાય અને યોગના પ્રશસ્ત અને અપ્રશસ્ત ભેદોની સમજણ નીચે મુજબ છે : (૧) દેવ, ગુરુ આદિના ગુણો સાંભળે, ધર્મનો ઉપદેશ સાંભળે, ધાર્મિક
સ્તવન-કીર્તનો સાંભળે, તે પ્રશસ્ત શ્રોત્રેન્દ્રિય. (૨) પ્રિય, અપ્રિય અથવા મનોજ્ઞતા અને અમનોજ્ઞતાના ભાવપૂર્વક અર્થાત
રાગ-દ્વેષવાળી ચિત્ત-વૃત્તિથી જે કાંઈ સાંભળે, તે અપ્રશસ્ત શ્રોત્રેન્દ્રિય. (૩) દેવ-દર્શન, ગુરુ-દર્શન, સંઘ-દર્શન, શાસ્ત્ર-દર્શન કે તીર્થ-દર્શન વગેરે
શુભ પ્રવૃત્તિ કરે, તે પ્રશસ્ત ચક્ષુરિન્દ્રિય. (૪) પ્રિય, અપ્રિય અથવા મનોજ્ઞતા અને અમનોજ્ઞતાના ભાવપૂર્વક જે કાંઈ
જુએ, તે અપ્રશસ્ત ચક્ષુરિન્દ્રિય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org