SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ एवम् अहम् आलोच्य, निन्दित्वा गर्हित्वा जुगुप्सित्वा सम्यक् । त्रिविधेन प्रतिक्रान्तः, वन्दे जिनान् चतुर्विंशतिम् ॥५०॥ (૩-૪-૫) સામાન્ય અને વિશેષ અર્થાદિ (તાત્પર્યાર્થ તથા અર્થ સંકલના) [આ સૂત્ર મોટું હોવાથી વાચકની સરળતા ખાતર સામાન્ય અને વિશેષ અર્થ, તાત્પર્યાર્થ તથા અર્થ-સંકલના એકીસાથે લીધેલાં છે. શબ્દની શરૂઆતમાં મૂકેલો અંક ગાથાનો તથા વિવરણનો ક્રમ સૂચવે છે.] (૧-૩) વંવિત્તુ-[વન્વિ]-વંદીને, નમસ્કાર કરીને. ‘વન્દ્’ ધાતુ અભિવાદન અને સ્તુતિ એ બંને માટે વપરાય છે. તેમાં કાયાથી નમસ્કાર કરવો તે ‘અભિવાદન' છે અને વચનથી સ્તવના કરવી તે ‘સ્તુતિ’ છે. આ બંને ક્રિયાઓ મનની સહાય વડે થાય છે, એટલે કે મન, વચન અને કાયા વડે થતો નમસ્કાર એ ‘વંદન’નો યોગ્ય અર્થ છે. વંવિત્તુ-એ અનિયમિત સંબંધક ભૂતકૃદંતનું રૂપ છે. જુઓ પ્રાકૃત માર્ગોપદેશિકા પૃ. ૧૭૫. સસિદ્ધે [સર્વસિદ્ધાન્]-સર્વ સિદ્ધોને, સર્વ સિદ્ધ ભગવંતોને. સર્વ-બધા. ‘સિદ્ધો'ને-સિદ્ધ ભગવંતોને. જે જે આત્માઓ કર્મ ખપાવીને ‘સિદ્ધ' થયા છે તે બધાઓને. તેમાં તીર્થંકરપદવી પામીને સિદ્ધ થયા હોય કે તીર્થંકર-પદવી પામ્યા વિના ‘સિદ્ધ’ થયા હોય, તીર્થની સ્થાપના થયા પછી ‘સિદ્ધ’ થયા હોય, કે તે પહેલાં ‘સિદ્ધ' થયા હોય, સ્વયં બોધ પામીને કર્મ-ક્ષય કર્યો હોય કે આચાર્યાદિના બોધથી બોધિત થઈને કર્મ-ક્ષય કર્યો હોય, તે બધાનો સમાવેશ થાય છે. વળી તે પુરુષ-લિંગે ‘સિદ્ધ’ થયા હોય, સ્ત્રી-લિંગે ‘સિદ્ધ’ થયા હોય કે નપુંસક-લિંગે ‘સિદ્ધ’ થયા હોય, સાધુના વેષમાં ‘સિદ્ધ’ થયા હોય, તેથી ભિન્ન કોઈ પણ વેષમાં ‘સિદ્ધ’ થયા હોય, કે ગૃહસ્થના વેષમાં જ ‘સિદ્ધ’ થયા હોય, એકલા ‘સિદ્ધ' થયેલા હોય, કે અન્ય જીવોની સાથે ‘સિદ્ધ' થયેલા હોય; તે સિદ્ધના પંદર ભેદોનો આમાં સમાવેશ થાય છે. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (અર્થદીપિકા) પૃ. ૨૪.માં જણાવ્યું છે કે :- સાર્વા: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy