________________
૧૦૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
(૨) સંસ્કૃત છાયા
આ પાઠ ગુજરાતીમાં હોવાથી તેની સંસ્કૃત છાયા આપેલી નથી. (૩-૪) સામાન્ય અને વિશેષ અર્થ તથા તાત્પર્યાર્થ
પ્રાળાતિપાત-હિંસા.
પ્રાણનો અતિપાત તે ‘પ્રાણાતિપાત’. ‘પ્રાણ' શબ્દ પાંચ ઇંદ્રિયો, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ, અને આયુષ્યનો અર્થ બતાવે છે. જ્યારે ‘અતિપાત’ શબ્દ અતિક્રમણ, વ્યાઘાત કે વિનાશનો સૂચક છે. તેથી કોઈ પણ પ્રાણની હાનિ કરવી, નાશ કરવો કે તેને કોઈ પણ પ્રકારે પીડા ઉપજાવવી, તે ‘પ્રાણાતિપાત’ કહેવાય છે. તેને માટે શાસ્ત્રોમાં હિંસા, ઘાતના, મારણા, વિરાધના, સંરંભ, સમારંભ, આરંભ આદિ જુદાં જુદાં અનેક નામો વપરાયેલાં છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં તેનાં ત્રીસ નામો આપેલાં છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે ‘પ્રમત્તયોગાત્ પ્રાાવ્યપરોપળ હિંસા ।' પ્રમત્ત-પ્રવૃત્તિથી (પ્રમાદ વડે) થયેલો પ્રાણનો અતિપાત, તે હિંસા છે.'
મૃષાવા-જૂઠું બોલવું.
મૃષા જે વાદ તે ‘મૃષાવાદ’. મૃષા શબ્દ અપ્રિય, અપથ્ય તથા અતથ્યનો સૂચક છે, જ્યારે વાદ શબ્દ વદવાનો કે કહેવાનો ભાવ પ્રદર્શિત કરે છે. તેથી અપ્રિય બોલવું. અપથ્ય બોલવું કે અતથ્ય બોલવું તે ‘મૃષાવાદ’ કહેવાય છે. વ્યવહારમાં તેને જૂઠ કે જૂઠાણાં તરીકે ઓળખવામાં આવે છે. અવત્તાવાન-ચોરી.
અદત્તનું આદાન, તે ‘અદત્તાદાન'. જે વસ્તુ તેના સ્વામી આદિ તરફથી રાજીખુશીથી ન અપાયેલી હોય, તે અદત્ત. તેનું આદાન કરવું એટલે ગ્રહણ કરવું તે ‘અદત્તાદાન’. વ્યવહા૨માં તેને ‘સ્તેય' કે ‘ચોરી’ કહેવામાં આવે છે.
મૈથુન-અબ્રહ્મ.
મિથુનનો ભાવ તે ‘મૈથુન.’ ‘મિથુન’ એટલે નરમાદાનું જોડું. તેમની અરસપરસ જે ભોગ કરવાની વૃત્તિ કે ક્રિયા તે ‘મૈથુન’. વ્યવહારમાં તેને અબ્રહ્મ, કામક્રીડા કે વિષયભોગ કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org