________________
અઢાર પાપસ્થાનક સૂત્ર ૧૦૭
પદ્મિ-માલ-મિલકત પરની મૂર્છા.
પર ઉપસર્ગ સાથે વૃક્ ધાતુ સ્વીકાર કે અંગીકા૨નો અર્થ બતાવે છે. તેથી જે વસ્તુનો માલિકીભાવથી સંગ્રહ કરવામાં આવ્યો હોય, તે ‘પરિગ્રહ’ કહેવાય છે.
“હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ” એ પાંચ પાપસ્થાનકોનો પ્રતિકાર કરનારા ગુણો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ગણાય છે. આ ગુણો જીવનમાં ઉતારવા માટે પાંચ ‘મહાવ્રતો' તથા પાંચ ‘અણુવ્રતો'નું આયોજન કરવામાં આવ્યું છે. ‘મહાવ્રતો’ની વિગત માટે જુઓ સૂત્ર ૨. ‘અણુવ્રતો’ની વિગત માટે જુઓ સૂત્ર ૩૪.
òથ-ગુસ્સો, કોપ.
કષાયમોહનીય કર્મના ઉદયથી જીવનો ગુસ્સે થવારૂપ પરિણામ, તે ‘ક્રોધ’. કોપ, રોષ, ભંડન એ તેના પર્યાયશબ્દો છે.
માન-ગર્વ, મદ.
કષાયમોહનીય કર્મના ઉદયથી જીવનો મદ થવારૂપ પિરણામ, તે ‘માન’. સ્તમ્ભ, ગર્વ, ઉત્સુક, અહંકાર, દર્પ, મદ વગેરે તેના અર્થસૂચક શબ્દો છે.
માયા-છળ, કપટ,
કષાયમોહનીય કર્મના ઉદયથી જીવનો કપટ કરવારૂપ પરિણામ, તે ‘માયા’. દગો, પ્રપંચ, વિશ્વાસઘાત, કુટિલતા આદિ તેના અર્થસૂચક શબ્દો છે. તોમ-તૃષ્ણા.
કષાયમોહનીય કર્મના ઉદયથી જીવનો તૃષ્ણારૂપ પરિણામ, તે ‘લોભ’. ધન-વૈભવ, સત્તા-અધિકાર કે રાજ્યાદિ ઐશ્વર્ય વગેરેની સ્પૃહાનોકામનાનો સમાવેશ આ દોષમાં થાય છે.
“ક્રોધ, માન, માયા અને લોભ” એ ચાર માનસિક દોષોને ‘કષાય’ તરીકે ઓળખવામાં આવે છે. આ ‘કષાયો'નો ઉદય થવાથી આત્માનું મૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org