SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અતિચાર-આલોચના-સૂત્ર ८७ (૨) સ્થૂલમૃષાવાદ-વિરમણ વ્રત. (૩) સ્થૂલઅદત્તાદાન-વિરમણ વ્રત. (૪) પરદારગમન-વિરમણ વ્રત. (સ્વદારા-સંતોષવ્રત). (૫) પરિગ્રહ-પરિમાણ વ્રત. તિનું મુળવ્વયાળ-[ત્રયાળાં મુળવ્રતાનામ]-ત્રણ ગુણવ્રતોનું. શ્રાવકનાં ત્રણ ‘ગુણવ્રતો' નીચે મુજબ હોય છે : (૧) ‘દિક્પરિમાણ વ્રત'-દરેક દિશામાં અમુક અંતરથી વધારે ન જવું, તેવું વ્રત. (૨) ‘ભોગોપભોગ-પરિમાણ વ્રત'-ભોગ અને ઉપભોગની વસ્તુઓનું પરિમાણ બાંધતું વ્રત, (૩) ‘અનર્થદંડ-વિરમણ વ્રત'-આત્મા ખોટી રીતે દંડાય તેવી ક્રિયાઓ છોડી દેવાનું વ્રત. આ વ્રતોની વિશેષ વિગત માટે જુઓ ‘વંદિત્તુ' સૂત્ર. ઘડનું સિવવાવયાળ-[ચતુળ શિક્ષાવ્રતાનામ્]-ચાર ‘શિક્ષાવ્રતો’નાં. શ્રાવકનાં ચાર ‘શિક્ષાવ્રતો' નીચે મુજબ હોય છે : (૧) ‘સામાયિક વ્રત’-સામાયિક કરવાનું વ્રત. (૨) દેશાવકાશિક વ્રત’-બધાં વ્રતોમાં નક્કી કરેલી મર્યાદાનો દ૨૨ોજ સંકોચ કરવાનું વ્રત. (૩) ‘પોષધોપવાસ વ્રત'-પોષધ કરવાનું વ્રત. (૪) ‘અતિથિ-સંવિભાગ વ્રત'-સાધુ મુનિરાજ આદિ (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ)* સુપાત્ર અતિથિને ભક્તિભાવથી યોગ્ય આહારાદિ અર્પણ કરવાનું વ્રત. વાસવિહસ્ય-[દાવવિધ]-બાર પ્રકારના. સાવધિમ્મĂ-[શ્રાવ ધર્મસ્ય]-શ્રાવકધર્મનું. * ધર્મસંગ્રહ ભાગ-૧, પૃ. ૨૭૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy