SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર મંત્ર ૧૫ દર્શન એ આત્માનો સ્વભાવ છે. એને રોકનાર જે મિથ્યાત્વરૂપ મોહજાળ તે પાપ છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે, એને રોકનાર જે જ્ઞાનાવરણીયરૂપ કર્મ તે પાપ છે. ચારિત્ર એ આત્માનો સ્વભાવ છે, એને રોકનાર ચારિત્ર ગુણ-અંતરાયરૂપ કર્મ તે પાપ છે. અનંતવીર્ય એ આત્માનો સ્વભાવ છે, એને રોકનાર વીર્યાન્તરાયરૂપ કર્મ તે પાપ છે. જે જે પાપનો ક્ષય થાય એટલે તેને લગતા તે તે ગુણો આપમેળે પ્રગટ થવાના. કર્મની અપેક્ષાએ નાશ ત્રણ પ્રકારનો છે-ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ. આ ત્રણ પ્રકારમાંથી અહીં પ્રથમ પ્રકારનો નાશ અભિપ્રેત છે, કારણ કે અહીં પ્રસાશન શબ્દનો પ્રયોગ થયેલો છે. - આ રીતે આ પદનો અર્થ આઠ પ્રકારના કર્મનો ક્ષય કરનાર એવો થાય છે. નવકારનું સ્મરણ રોજ કરવામાં આવે છે. તેમાં ઉદ્દેશની જાહેરાત સવપાવપૂછાળો પદ દ્વારા સુસ્પષ્ટ છે. એ પદ ફળસૂચક છે.* નમસ્કારમાં ભવ્ય આરાધકો માટે પરંપર ફલ તરીકે સર્વ પાપનો સમૂળ નાશ જણાવ્યો છે; પરંતુ અનંતર સમ્યમ્ દર્શનાદિની પ્રાપ્તિ છે, જે ગર્ભિતાર્થ છે. તેથી સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન, સમ્યફ ચારિત્ર, સમ્યક તપની પ્રાપ્તિ, વૃદ્ધિ કે પરાકાષ્ઠા દ્વારા જ સર્વ પાપનો નાશ થાય છે. તે વિના સર્વ પાપનો નાશ સંભવિત નથી. મંાતા-મિસ્તાનાનું-મંગલોનું. મફતિ હિતાર્થ અતિતિ ફ્લે-જે સર્વ પ્રાણીઓનાં હિતને માટે પ્રવર્તે, તે મંગલ; અથવા મફત ટુરેઈમને નાસ્માત્ વેતિ મફત-જેના વડે કે જેનાથી અદષ્ટ દુર્ભાગ્ય દૂર ચાલ્યું જાય, તે મંગલ. * ઈરિયાવહીના કાયોત્સર્ગમાં પણ પાવાનું માનું નિરાધાકૃણ એ પદ દ્વારા પાપના નાશને જ ફળ તરીકે કહેવામાં આવેલ છે. આ પ્રમાણે સર્વ સ્થાને ધ્યેય કર્મક્ષયનું છે. જૈન દર્શનમાં કોઈપણ અનુષ્ઠાન, આચાર કે ક્રિયા આ લોક કે પરલોકના દુન્યવી પદાર્થો, ભોગો, કીર્તિ, શ્લાઘાદિ માટે વિહિત નથી પણ મ્ભનિરા અર્થાત કેવલ કર્મનિર્જરા માટે જ વિહિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy