SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં મંગલનો અર્થ કરતાં કહ્યું છે કે : मंगिज्जएऽधिगम्मइ, जेण हिअं तेण मंगलं होई । अहवा मंगो धम्मो, तं लाइ तयं समादत्ते ॥२२॥ ભાવાર્થ :- જેના વડે હિત સધાય તે મંગલ કહેવાય છે. અથવા જે મંગને એટલે ધર્મને લાવે-ધર્મને પ્રાપ્ત કરાવે, તે મંગલ કહેવાય છે. -[] અને. આ અવ્યય અહીં અન્તાચય રૂપે એટલે કે મુખ્ય ભાવની સાથે ગૌણ ભાવ દર્શાવે છે. તેનો અર્થ આ પ્રમાણે થાય છે : અને (ગૌણ પ્રકારે) જોહિ-[સર્વેકાન-સર્વેનું. સર્વ શબ્દથી દ્રવ્ય અને ભાવ અથવા લૌકિક અને લોકોત્તર વિભાગો વડે સૂચિત થતા સર્વ પ્રકારો ગણવાના છે. દ્રવ્યમંગલ એટલે બાહ્ય દષ્ટિએ મંગલરૂપ ગણાતા પદાર્થો; જેવા કે દહીં, દૂર્વા અને અક્ષત. ભાવમંગલ એટલે આંતરિક દૃષ્ટિએ મંગલારૂપ ગણાતી વસ્તુઓ; જેવી કે સમ્યગ્ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગું ચારિત્ર. લૌકિક મંગલમાં નીચેની આઠ વસ્તુઓની ગણના થાય છે : (૧) સ્વસ્તિક (સાથિયો), (૨) શ્રીવત્સ (આકૃતિ વિશેષ), (૩) નંદ્યાવર્ત (એક પ્રકારનો સ્વસ્તિક અથવા આકૃતિ-વિશેષ), (૪) વર્ધમાનક (શરાવ-સંપુટ), (૫) ભદ્રાસન (બેસવાનું-એક પ્રકારનું આસન), (૬) કલશ, (૭) મીનયુગલ (માછલાનું જોડલું) અને (૮) દર્પણ (આરાસો). લોકોત્તર મંગલમાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રણીત ધર્મની ગણના થાય છે. તે સંબંધી આવશ્યકસૂત્રમાં કહ્યું છે કે : चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, ત્રિપન્નરો થપ્પો કંપન્ન | એ મંગલોનો સંક્ષેપ કરતાં ધર્મને જ ઉત્કૃષ્ટ અથવા લોકોત્તર મંગલ ગણવામાં આવ્યો છે. તે માટે દશવૈકાલિકસૂત્રના પ્રારંભમાં કહ્યું છે કે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy