________________
ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૭ ૬૦૫
તેમાં ચતુર્વિશતિજિનનામસ્મરણ તથા વંદના છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી ગાથાનો ત્રીજો ખંડ જે પણ ગાહા છંદમાં છે તેને શ્રી સુબોધાસામાચારીમાં પ્રણિધાન-ગાથા-ત્રિક કહેવામાં આવેલ છે.
પહેલી ગાથા-અરિહંત ભગવંતનાં ચાર વિશેષણો અને અપિ શબ્દ મૂકવાથી ઐરવત તથા મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં થયેલા અરિહંતો ગ્રહણ થાય છે. ત્તિમાંંથી નામસ્મરણની પ્રતિજ્ઞાનો નિર્દેશ પણ અહીં મળે છે. બીજી, ત્રીજી અને ચોથી ગાથા-વર્તમાન ચોવીસીનાં નામો અહીં આપવામાં આવ્યાં છે અને તેમને વંદના-ભાવવંદના કરવામાં આવી છે. તે ભાવવંદનાના પ્રકારની વિચારણા કરીશું.
ભાવવંદના :- તેનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે :- (૧) ક્રિયામાં (સ્મરણમાં) સતત ઉપયોગ, લક્ષ્ય કે સાવધાની.
લાગણી.
(૨) સ્તવ કે સૂત્રનો ઉચ્ચાર કરતાં તેના અર્થની વિચારણા.
(૩) આરાધ્ય અરિહંતદેવ પ્રત્યે બહુમાન.
(૪) વંદનની ક્રિયા કરવાની તક મળવા બદલ હૃદયમાં આનંદની
(૫) ભવભ્રમણનો ભય કે નિર્વેદ.
તાત્પર્ય એ છે કે લોગસ્સ સૂત્રનું સ્મરણ જ્યારે ચાલતું હોય ત્યારે તે સિવાયના અન્ય કોઈ વિચારમાં મનને જવા ન દેતાં તેની (સ્મરણ) ક્રિયા, તેના વર્ણો (શબ્દો), તેની અર્થવિચારણા અને તેનો મુખ્ય વિષય જેર અરિહંતદેવ તેના પર જ મનને એકાગ્ર કરવું.
१. नामारिहंतत्थए आईए अट्ठमं तओ पढमसिलोगस्स पढमा वायणा दिज्जइ तओ पंचवीस आयंबिलाणि बारसहिं गएहि गाहातिगस्स बीया वायणा दिज्जइ, पुणोऽवि तेरसहिं गएहिं पणिहाणगाहातिगस्स तइया वायणा ५. पंचमस्स विही.
-સુબોધા સામાચારી, પત્ર પ. આ.
૨. જુઓ વૈદિક પદાનુક્રમકોષમાં શબ્દ અર્થ, અર્હત્, વિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org