________________
૬૦૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
૧ઉપર દર્શાવેલાં લક્ષણોથી વિપરીત હોય તે દ્રવ્યવંદના કહેવાય. ક્ષાયોપશમિકભાવ વડે પરમ આદરથી કરવામાં આવેલું વંદન શુભભાવની વૃદ્ધિ કરનારું છે.
વંદના તે અનાદિભવથી થતી આવે છે, માટે સુજ્ઞ પુરુષોએ હવે એવી વંદના કરવી કે જે મોક્ષને મેળવવામાં અનન્યકારણભૂત હોય. શુદ્ધ ભાવવંદનાના યોગે જીવને અર્ધપુદ્ગલ પરાવર્તનથી અધિક સંસારભ્રમણ રહેતું નથી.
સદ્ભાવ માત્રથી મોક્ષ પ્રાપ્ત થતો નથી. પરંતુ તે પ્રમાણે ભાવશુદ્ધિને માટે પ્રયત્ન કરવો જોઈએ. શુદ્ધ ભાવ અને શુદ્ધ વર્ષોચ્ચારપૂર્વક અર્થ-ચિંતનાદિ વડે કરાતી વંદના યથોદિત ગુણવાળી હોઈને નિશ્ચયે મોક્ષફળને આપે છે જ.
પાંચમી, છઠ્ઠી, સાતમી ગાથા :
આ ગાથાઓને પ્રણિધાન-ગાથાત્રિકરૂપે દર્શાવવામાં આવી છે.
મનની વિશિષ્ટ એકાગ્રતા, પ્રશસ્ત અવધાન કે દૃઢ અધ્યવસાયોને પ્રણિધાન કહેવામાં આવે છે. પ્રણિધાન, દૃઢ અધ્યવસાય કે મનની સ્થિરતાએક અર્થવાળા શબ્દો છે. કહ્યું છે કે :
विशुद्ध भावना सारे तदर्थार्पितमानसम् । यथाशक्ति क्रियालिङ्गं प्रणिधानं मुनिर्जगौ ॥
ભાવાર્થ :- જે વિશુદ્ધ ભાવનાથી પ્રધાન છે, જેમાં મન તેના (વીતરાગના) અર્થમાં (વિષયમાં) અર્પિત થયેલ છે તથા શક્તિ મુજબ ક્રિયાચિહ્નથી જે યુક્ત છે તે પ્રણિધાન કહેવાય છે.
હૃદયગત પ્રશસ્ત ભાવનાઓ આ ત્રણ ગાથામાં ભક્તિપૂર્વક પ્રદર્શિત
१. लिंगा ण तिए भावो, ण तयत्थालोयणं ण गुणरागो ।
णो विम्हओ ण भवभय-मिय वच्चासो य दोहंपि ॥ ९॥
Jain Education International
-પંચાશક પ્રકરણ (તૃતીય પંચાશક) ગાથા ૯
For Private & Personal Use Only
www.jainelibrary.org