________________
પરિશિષ્ટ ત્રીજું ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય
(દ્વિતીય આવશ્યક].
(૧) ચતુર્વિશતિ-સ્તવનું પ્રયોજન ચતુર્વિશતિસ્તવનું પ્રયોજન આ અવસર્પિણી કાલમાં ભરતક્ષેત્રમાં થઈ ગયેલા શ્રી ઋષભદેવ આદિ ચોવીસ તીર્થકરોની સ્તવના કરવાનું છે.
(૨) તીર્થકરોની બાહ્ય વિભૂતિ આ ચોવીસ તીર્થંકરો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ભિન્ન છે, છતાં ગુણથી સમાન છે, તેથી સઘળા એક સરખા સ્તુતિને પાત્ર છે. દરેક તીર્થકર સરખા જ શક્તિશાળી, સ્વાભાવિક અને ચમત્કારિક અતિશયોવાળા હોય છે. કારણ કે દરેક તીર્થકરને ઘાતકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું કેવલજ્ઞાન સમાન હોય છે, દરેક તીર્થંકરની વાણી સંસ્કારવન્ત આદિ પાંત્રીસ ગુણોથી યુક્ત હોય છે, દરેક તીર્થકર સુર-અસુર અને મનુષ્યોના સ્વામીથી પૂજાવાને યોગ્ય હોય છે અને દરેક તીર્થકર જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં ઈતિ અને ભીતિ આદિ અપાયોનો અપગમ (નાશ) થાય છે. ઇતિ શબ્દથી અહીં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, ઉંદર, શુક સ્વચક્ર-ભય અને પરચક્ર-ભય-એ સાત ઉપદ્રવ સમજવાના છે અને ભીતિ શબ્દથી સલિલ-ભય, અનલ-ભય, વિષ-ભય, વિષધર-ભય, દુષ્ટગ્રહ-ભય, રાજ-ભય, રોગ(વ્યાધિ)-ભય, રણભય, રાક્ષસાદિ-ભય, રિપુ-ભય, મારિ-ભય-રોગચાળાનો ભય), ચોરભય અને વ્યાપદાદિ-ભય સમજવાના છે; અથવા તો મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનળ, સર્પ, યુદ્ધ, સમુદ્ર, જલોદરાદિ-રોગ અને બંધન–એ આઠ પ્રકારના મોટા અને ઉપલક્ષણથી નાના ભયો ગણવાના છે. આ ઉપરાંત અશોક વૃક્ષ, ફૂલોનો વરસાદ, દિવ્યધ્વનિ, ચામર, રત્નજડિત સિંહાસન, તેજને સંવરનાર ભામંડળ, દુંદુભિ અને છત્ર એ આઠ પ્રાતિહાર્યો પણ સરખા જ હોય છે. ટૂંકમાં દરેક તીર્થકર ૩૪ અતિશયોથી યુક્ત હોઈને શક્તિ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org