________________
૫૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ આ સ્થિતિમાં આગળ વધતાં તે શુક્લધ્યાનમાં પ્રવેશ કરે છે, જ્યાં બધા તર્ક-વિતર્ક અને સંકલ્પ-વિકલ્પો શમી ગયા હોય છે. દુઃખનું મૂળ કલ્પના છે, મનને નચાવનારી પણ કલ્પના જ છે અને રાગ-દ્વેષમાં . રગદોળનારી પણ કલ્પના જ છે. આ કલ્પનાનો સર્વથા નાશ થતાં જ્ઞાનાવરણીયાદિ કર્મનાં સર્વ આવરણો ખસી જાય છે, એટલે તેને લાખો સૂર્યો કરતાં પણ અધિક તેજસ્વી અથવા લાખો ચંદ્ર કરતાં પણ અધિક નિર્મળ એવા આત્મસ્વરૂપનો પ્રકાશ થાય છે. બસ, આ જ સામાયિકની સાધનાનો ક્રમ છે અને આ જ કષાયમુક્ત દશા અનુભવવાનો સાચો કીમિયો છે. સામાયિકની સાધના કરનારાઓ તેનું આ રહસ્ય સમજી યોગ્ય દિશામાં પુરુષાર્થ કરે–એ જ અભ્યર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org