________________
પ૯૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
પ્રભાવમાં-સરખા જ હોય છે.
(૩) દેવાધિદેવનું અંતરંગ સ્વરૂપ ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવાનું મુખ્ય કારણ એ છે કે, તેઓ અહત હોય છે, ભગવાન્ હોય છે, ધર્મની આદિ કરનાર હોય છે, ધર્મરૂપી તીર્થની સ્થાપના કરનાર હોય છે અને સ્વયંસંબુદ્ધ પણ હોય છે. વળી તેઓ પુરુષોત્તમ, પુરુષ-સિંહ, પુરુષ-વરપુંડરીક પુરુષ-વરગંધહસ્તી તેમ જ લોકોત્તમ, લોક-નાથ, લોક-હિત, લોક-પ્રદીપ અને લોક-પ્રદ્યોતકર પણ હોય છે. તે ઉપરાંત તેઓ અભય આપનાર, ચક્ષુ આપનાર, માર્ગ આપનાર, શરણ આપનાર, બોધિ આપનાર, ધર્મ આપનાર, ધર્મના દેશક, ધર્મના નાયક, ધર્મના સારથિ અને ધર્મના શ્રેષ્ઠ ચક્રવર્તી પણ હોય છે. તે સાથે જ તેઓ અપ્રતિહત જ્ઞાન અને દર્શનના ધારક છદ્મસ્થતાથી રહિત, જિન, જાપક (જિતાવનાર), તીર્ણ , તારક, બુદ્ધ, બોધક , મુક્ત, મોચક, સર્વજ્ઞ, શિવ, સર્વદર્શી, શિવ, અચળ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ એવા મોક્ષસ્થાનને પામેલા તથા જિત-ભય પણ હોય છે. વળી તે ઓ દાનાન્તરાય, લાભાન્તરાય, વીયન્તરાય, ભો ગાન્તરાય, ઉપભોગાન્તરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ એ અઢાર દૂષણોથી રહિત હોય છે; એટલે તેઓ પ્રશમરસથી ભરપૂર અને પૂર્ણાનંદમય હોય છે.
(૪) ચતુર્વિશતિ સ્તવનું ફૂલ આવા પરમ-પવિત્ર અને પરમોપકારી તીર્થંકરદેવોની સ્તવના કરવાથી આત્મ-વિકાસના પ્રથમ પગથિયારૂપ સમ્યક્તની શુદ્ધિ થાય છે. તે માટે શ્રીઉત્તરાધ્યયનસૂત્રોના ઓગણીસમા અધ્યયનમાં કહ્યું છે કેचउवीसत्थएणं भंते ! जीवे किं जणयइ ? (उ.) चउवीसत्थएणं दंसणવિનોદિ ગUT શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે : હે ભગવંત ! ચતુર્વિશતિ-સ્તવ કરવાથી જીવ કયા લાભને પ્રાપ્ત કરે ? ઉત્તર-હે ગૌતમ ! ચતુર્વિશતિ-સ્તવથી જીવ દર્શન-વિશુદ્ધિ-લાભને પ્રાપ્ત કરે છે. દર્શન શબ્દથી અહીં સમ્યક્ત ગ્રહણ કરવાનું છે. તે માટે ટીકાકારે સ્પષ્ટીકરણ કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org