________________
સામાયિકની સાધના ૦પ૭૭ નિરોધને યોગનું નામ આપે છે. શ્ચિત્તવૃત્તિનિરોધઃ (૧-૨)
(૪) સામાયિક અને યોગની અભિનતા યોગની આ વ્યાખ્યાઓ સામાયિકને બરાબર લાગુ પડે છે. કેમ કે(૧) સામાયિક-મોક્ષમાર્ગમાં જોડનારો ધર્મવ્યાપાર છે.
(૨) સામાયિક-સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યફચારિત્રની પ્રાપ્તિ કરાવનાર છે.
(૩) સામાયિક-સમત્વને સાધનાર છે. (૪) સામાયિક-કુશલ અનુષ્ઠાનરૂપ છે.
(૫) સામાયિક-ચિત્તની તમામ (ક્લેશોત્પાદક) વૃત્તિઓનો નિરોધ કરવાનું ઉત્તમ સાધન છે; એથી સામાયિક અને યોગ એ વાસ્તવિક રીતે અભિન્ન છે.
(૫) ચાર પ્રકારની યોગ-પ્રણાલિકાઓ યોગ-પ્રણાલિકાઓ મુખ્યત્વે ચાર પ્રકારની છે : (૧) મંત્ર-યોગ, (૨) લયયોગ, (૩) રાજયોગ અને (૪) હઠયોગ. તે માટે કહ્યું છે કે
योगश्चतुर्विधो मन्त्र-लय-राज-हठाभिधः । सिध्यत्यभ्यासयोगेन, सद्गुरोरुपदेशतः ॥
-બુદ્ધિસાર-પૃ. ૨૪. યોગ ચાર પ્રકારનો છે : (૧) મંત્ર, (૨) લય, (૩) રાજ અને (૪) હઠ. તે અભ્યાસના યોગથી તથા સગુરુના ઉપદેશથી સિદ્ધ થાય છે.
(૬) સામાયિક રાજયોગ છે. આ ચાર વિભાગો પૈકી સામાયિકનો સમાવેશ રાજયોગપ્રણાલિકામાં થાય છે, કારણ કે તેનો હેતુ ચિત્તની ક્લેશમય અવસ્થાનો નાશ કરીને પ્રશમરૂપ ભાવ-સમાધિને પ્રાપ્ત કરવાનો છે.
(૭) રાજયોગનું ક્રિયાત્મક સ્વરૂપ છે. મહર્ષિ પતંજલિએ યોગના ક્રિયાત્મક સ્વરૂપને ત્રણ વિભાગમાં
પ્ર.-૧-૩૭ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org