SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ બીજું સામાયિકની સાધના [પ્રથમ-આવશ્યક] (૧) સામાયિક શું છે ? સામાયિકની સાધના કરનારે સર્વ પ્રથમ સામાયિક શું છે? તે સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. તેથી પ્રથમ વિચારણા તેની કરવામાં આવે છે. નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા એ જ સામાયિક છે અને આત્મ-દર્શન એ જ સામાયિકનો અર્થ છે. ભગવતીસૂત્રના પ્રથમ શતકના નવમા ઉદેશમાં શ્રીપાર્શ્વનાથભગવાનના ચતુર્યામ ધર્મને અનુસરનારા શ્રીકાલાસ્યષિ અણગારે શ્રમણ ભગવંત શ્રી મહાવીરના પાંચ મહાવ્રતધારી સ્થવિરોને કેટલાક પ્રશ્નો પૂક્યા હતા, તેવી નોંધ ઉપલબ્ધ થાય છે. આ પ્રશ્નો પૈકીનો એક પ્રશ્ન એવો હતો કે “જે બે મળ્યો સામારૂપ ? બે મmો ! સામાસ મદ્દે ?' હે આર્યભગવંતો ! આપનું સામાયિક શું? અને સામાયિકનો અર્થ શો ? તે વખતે એ સ્થવિરોએ જણાવ્યું હતું કે आया णे अज्जो ! सामाइए, आया णे अज्जो ! सामाइयस्स ગ; હે આર્ય ! આત્મા એ અમારું સામાયિક છે અને આત્મા એ જ સામાયિકનો અર્થ છે. તાત્પર્ય કે આત્માની સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થવું, તેમાં તલ્લીન થવું એ જ સામાયિક છે. વ્યવહારનયની દૃષ્ટિએ આત્માની સ્વાભાવિક સ્થિતિ પ્રત્યે લઈ જનારાં તમામ સાધનો, ક્રિયાઓ કે અનુષ્ઠાનો એ સામાયિક છે. એની વિચારણા જુદી જુદી અનેક રીતે થઈ શકે છે. શાસ્ત્રકારોએ તેનું સ્વરૂપ ચાર પ્રકારનું બતાવ્યું છે : (૧) શ્રુત-સામાયિક, (૨) સમ્યક્ત-સામાયિક, (૩) દેશવિરતિ-સામાયિક અને (૪) સર્વવિરતિસામાયિક એટલે શ્રુતજ્ઞાનની શુદ્ધ સાત્ત્વિક ઉપાસના એ સામાયિક છે, તત્ત્વ પરની નિર્મળ શ્રદ્ધા એ પણ સામાયિક છે અને સંયમસંયમવાળું ચારિત્ર તથા શુદ્ધ સંયમરૂપ ચારિત્ર એ પણ સામાયિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy