________________
પરિશિષ્ટો અંગે કિંચિત્ વક્તવ્ય
શ્રીજિનભદ્રણિ-ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યનો પ્રારંભ કરતાં જણાવ્યું છે કે ચરળ-ગુળ-સંપદું મયાં આવKવાણુઓનું-આવશ્યકનો અનુયોગ (વ્યાખ્યાન) ચરણ(ચારિત્ર)ના અને ગુણ(મૂલગુણ તથા ઉત્તરગુણ)ના સંપૂર્ણ સંગ્રહરૂપ છે. તાત્પર્ય કે જ્ઞાન, દર્શન અને ચારિત્રને લગતી કોઈ પણ ક્રિયા એવી નથી કે જે આવશ્યકના વિચારક્ષેત્રની બહાર રહેલી હોય.
આવું સકલ-ચરણક્રિયા-કલાપરૂપ આવશ્યક અતિગંભીર અર્થવાળું અને ગહન હોય તે સ્વાભાવિક છે. તેનું પૂરેપૂરું રહસ્ય સમજવા માટે જીવનભરની સાધના જોઈએ; તો પણ શુભ કાર્યમાં યથાશક્તિ પ્રયત્ન કરવો એ ન્યાય મુજબ સૂત્રોના વિવેચન-પ્રસંગે તેનું ગાંભીર્ય સમજાવવાનો યથાશક્તિ પ્રયત્ન કરેલો છે; પરંતુ જે વિચારણા કરવાનું તે સ્થળે શક્ય કે સંગત ન હતું, તે વિચારણા આ સ્વતંત્ર નિબંધમાં કરવામાં આવી છે અને તેને સ્વતંત્ર પરિશિષ્ટ તરીકે જોડવામાં આવી છે. આ નિબંધોમાં યૌગિક દૃષ્ટિબિંદુને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને તે સકારણ છે. આપણા સમાજના ઘણા મોટા ભાગમાં એવી માન્યતા પ્રચલિત થયેલી છે કે, જૈન ધર્મમાં યોગને ખાસ સ્થાન નથી, તેથી તે પર ખાસ લક્ષ્ય આપવામાં આવતું નથી; પરંતુ તે માન્યતા વાસ્તવિક નથી, એટલું જ નહિ પણ તે આપણી મોક્ષસાધનાને મંદ પાડવામાં કારણભૂત બનેલી છે; તેથી આવશ્યક ક્રિયા સાથે યોગનો કેવો ઘનિષ્ઠ સંબંધ છે. તે બતાવવાનો અહીં નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. આશા છે કે, પાઠકો આ દૃષ્ટિબિંદુને લક્ષ્યમાં રાખીને આ પરિશિષ્ટોનું અવલોકન કરશે અને તેમાંથી ક્ષીર-નીર ન્યાયે ક્ષીરને ગ્રહણ કરી આત્મ-હિતની સાધના કરશે.
પ્રબોધ-ટીકાના દરેક ભાગમાં ક્રમશઃ બે આવશ્યકના નિબંધો
આપવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
• www.jainelibrary.org