________________
પ૭૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
શરૂ કરીને પાછા મૂળ ઠેકાણે આવી જવું તે પ્રદક્ષિણા કહેવાય છે. ગર્ભાગાર તેમ જ ચૈત્યની આસપાસ ત્રણ પ્રદક્ષિણા દેવાય છે.
પ્રમાર્જન (૧૮) ચરવલા વડે કે ખેસના છેડા વડે બેસવાની જગા જયણાપૂર્વક શુદ્ધ કરવી તે પ્રમાર્જન. તે ક્રિયા ત્રણ વાર કરવાથી બરાબર થઈ ગણાય છે.
મુદ્રા (૧૯) અમુક પ્રકારનો અંગ-વિન્યાસ કરવો, તે મુદ્રા કહેવાય છે. યૌગિક
પ્રક્રિયામાં તેને વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થયેલું છે. ચૈત્યવંદનની ક્રિયા પણ એક પ્રકારની યૌગિક ક્રિયા હોઈને તેમાં મુદ્રાનો વિવેક કરવામાં
આવ્યો છે. એમાં કુલ ત્રણ પ્રકારની મુદ્રાનો ઉપયોગ થાય છે : (૧) યોગ-મુદ્રા-બે હાથની દશે આંગળીઓ માંહોમાંહે મેળવી કમળના ડોડાના
આકારે હાથ જોડી પેટ ઉપર કોણી રાખવી તે. આ મુદ્રાએ પ્રણિપાતસૂત્ર
દંડક (નમોઘુર્ણ સૂત્ર) ઉચ્ચરાય છે અને સ્તવનાદિ કરાય છે. (૨) જિન-મુદ્રા અથવા કાયોત્સર્ગ મુદ્રા-જિન ભગવાન કાયોત્સર્ગ કરતી
વખતે જે રીતે ઊભા રહે છે તે રીતે ઊભા રહેવું, તેનું નામ જિન-મુદ્રા અથવા કાયોત્સર્ગ મુદ્રા. તે ધ્યાન ધરતી વખતે બે પગની વચ્ચે આગળથી ચાર આંગળ અને પાછળથી કાંઈક ઓછું અંતર રાખવાનું હોય છે, તથા હાથ ઈશુદંડ એટલે શેરડીના સાંઠા માફક સીધા રાખવાના હોય છે.
અરિહંત-ચેઈઆણું સૂત્ર આ મુદ્રાથી બોલાય છે. (૩) મુક્તાશુક્તિ-મુદ્રા –બે હાથ જોડી લલાટની ઉપર જરા દૂર કે લલાટને
લગાડવા તે. સવચે ઈયવંદણસુત્ત (જાવંતિ ચે ઈઆઈ સૂત્ર) સવ્વસાહૂવંદણ સુત્ત (જાવંત કે વિ સાહૂ સૂત્ર) તથા પણિહાણ સુત્ત (જય વીયરાય સૂત્ર) આ મુદ્રાથી બોલાય છે.
સ્તવન
(૨૦) પાંચ કે તેથી વધારે ગાથાની જિન ગુણોત્કીર્તિનરૂપ પદ્યાત્મક ભાવવાહી
કૃતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org