________________
પૂજાની પરિભાષા પ૬૯
નિસીહિ (૧૨) પાપકર્મોનો નિષેધ તે નિશીહિ. તેનો ક્રમ એવો છે કે પહેલી નિસહિ
દેરાસરના દરવાજામાં પેસતાં બોલવી, એટલે ત્યારથી ઘર-વ્યવહારસંબંધી બધી વાતનો નિષેધ સમજવો, બીજી નિસીહ પૂજા માટે ગભારામાં પેસતાં બોલવી, એટલે ત્યારથી મંદિરની મરામત, બીજી વ્યવસ્થા વગેરેના વિચારો તજીને માત્ર પ્રભુ-પૂજામાં જ લક્ષ રાખવું. ત્રીજી નિસીહિ ચૈત્યવંદનની શરૂઆતમાં બોલવી, એટલે સઘળી દ્રક્રિયાઓનો ત્યાગ કરી ભાવક્રિયામાં મગ્ન બનવું.
પૂજા (૧૩) પૂજન કરવું તે પૂજા. તે ત્રણ પ્રકારે થાય છે : અંગ પૂજા, અગ્ર-પૂજા ને ભાવ-પૂજા. તે બાહ્ય, અભ્યતર શુદ્ધિપૂર્વક થાય.
પ્રણામ (૧૪) પ્રણામ ત્રણ પ્રકારના છે : (૧) અંજલિ-બદ્ધ બે હાથ જોડી અંજલિ
કરી પ્રણામ કરવો. (૨) અર્ધવનત-કેડથી નમીને હાથ વડે ભૂમિનો સ્પર્શ કરીને પ્રણામ કરવો. (૩) પંચાંગ-બે જાન, બે હાથ અને માથું પાંચ અંગ જમીનને સ્પર્શે તેવી રીતે ખમાસમણ-પ્રણિપાતની ક્રિયા કરી પ્રણામ કરવો.
પ્રણિધાન-ત્રિક (૧૫) (૧) સવ્વચેઈયવંદણ-સુત્ત (જાવંતિ ચેઈઆઈ સૂત્ર) ચૈત્યવંદન રૂપ.
(૨) સવ્વસાહૂવંદણ-સુત્ત (જાવંત કે વિ સાહૂ સૂત્ર)-ગુરુવંદનરૂપ. (૩) પણિહાણ-સુત્ત (જય વીયરાય સૂત્ર)-ધ્યેયની વિશિષ્ટ એકાગ્રતા તથા પ્રાર્થનારૂપ.
પ્રણિપાત (૧૬) થોભવંદણ સુત્ત (ખમાસમણ સૂત્ર) બોલીને પંચાંગપ્રણિપાતની ક્રિયા કરવી તે.
પ્રદક્ષિણા (૧૭) પ્રભુની જમણી બાજુથી અર્થાત પોતાના ડાબા હાથ તરફથી ફરવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org