________________
૫૬૮ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
૭૭. મૈથુન-ક્રીડા કરવી.
૭૮. જમણ કરવું.
૭૯. વેપાર (લેવું, દેવું, વેચવું) કરવો. ૮૦. વૈદું કરવું.
૮૧. પથારી, ખાટલો ખંખેરવો.
૮૨. ગુહ્ય ભાગ ઉઘાડવો કે સમારવો.
૮૩. મુક્કાબાજી તથા કૂકડા વગેરેનું યુદ્ધ કરાવવું.
૮૪. ચોમાસામાં પાણી સંઘરવું, તેથી સ્નાન કરવું અને પીવાને માટે પાણીનાં પાત્ર રાખવાં.
ઉપાસક
(૭) સમ્યગ્ આરાધના કરે તે ઉપાસક.
કાયોત્સર્ગ
(૮) શારીરિક વ્યાપારો છોડી, મૌન તથા મનને ધ્યાનમાં જોડી, દેહના મમત્વનો ત્યાગ કરાય તો તે કાયોત્સર્ગ છે.
ચૈત્યવંદન
(૯) ભાવપૂજાના પ્રારંભમાં જિનેશ્વરના અસાધારણ ગુણોનું ઉત્કીર્તન કરે તેવું કોઈ પણ કાવ્ય. એ કાવ્યો માટે હાલ ચૈત્યવંદન શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
દૃષ્ટિ-વર્જન
(૧૦) દેવ-દર્શન, દેવ-પૂજા કે ચૈત્યવંદન કરતી વખતે દૃષ્ટિ પ્રભુની સામે જ રાખવી, પણ બાકીની ત્રણ બાજુએ જવા દેવી નહિ, તે દૃષ્ટિવર્જન વિવેક કહેવાય.
દિશા
(૧૧) પુરુષે પ્રભુની જમણી બાજુએ અને સ્ત્રીએ પ્રભુની ડાબી બાજુએ ઊભા રહીને વંદન, પૂજન, સ્તુતિ વગેરે કરવાં, તે દિશાનો વિવેક
કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org