________________
પૂજાની પરિભાષા ૦૫૬૭
૪૯-૫૨. છત્ર, પગરખાં, હથિયાર-ચામર સાથે પ્રવેશ કરવો. પ૩. મનને ચંચલ રાખવું. પ૪. તેલ વગેરે શરીરે ચોપડવું. ૫૫. સચિત્ત પુષ્પ-ફલાદિક બહાર ન મૂકવાં. પ૬. હાર, વીંટી, કપડાં વગેરે બહાર મૂકી શોભા વિનાના થઈ દેરાસરમાં
દાખલ થવું. પ૭. ભગવંતને જોતાં જ હાથ ન જોડવા. ૫૮. ઉત્તરાસંગ ન રાખવું. પ૯. મસ્તકે મુગટ ધરવો. ૬૦. મુખ, પાઘડી આદિ પર બુકાનું હોય તે ન છોડવું. ૬૧. ફૂલના હાર-તોરા માથેથી મૂકી ન દેવા. ૬૨. શરત બકવી. ૬૩. ગેડીદડે રમવું. ૬૪. પરોણા આદિને જુહાર કરવો. ૬૫. ભાંડ-ભવૈયાની રમત કરવી. ૬૬. કોઈને હુંકારે બોલાવવો. ૬૭. લેવા-દેવા આશ્રયી ધરણું માંડવું-લાંઘણ કરવી. ૬૮. રણ-સંગ્રામ કરવો. ૬૯. માથાના વાળ જુદા કરવા કે માથું ખણવું. ૭૦. પલાંઠી વાળીને બેસવું. ૭૧. ચાખડીએ ચડવું. ૭૨. પગ પસારીને બેસવું. ૭૩. પિપૂડી કે સિસોટી બજાવવી. (ઇશારા વગેરે માટે.) ૭૪. પગનો મેલ કાઢવો. ૭૫. કપડાં ઝાટકવા, ૭૬. માંકડ, જૂ આદિ વીણીને નાખવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org