________________
૫૨૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
સિદ્ધ થાય છે. અતીર્થકરરૂપમાં તીર્થ ચાલુ હોય ત્યારે પણ સિદ્ધ થાય છે અને ન હોય ત્યારે પણ સિદ્ધ થાય છે.
(૬) ચારિત્ર-ભૂતકાળની દૃષ્ટિએ અંતિમ સમય ધ્યાનમાં લેતાં યથાખ્યાતચારિત્રે જ સિદ્ધ થાય છે.
(૭) પ્રત્યેકબુદ્ધ-અને બુદ્ધ-બોધિત-પ્રત્યેકબુદ્ધ અને બુદ્ધબોધિત બંને સિદ્ધ થાય છે. જે પોતાની જ્ઞાન-શક્તિથી બોધ પામે છે, તે સ્વયંબુદ્ધ પ્રત્યેકબુદ્ધ કહેવાય છે. તેમના બે પ્રકારો છે. તીર્થકર અને તીર્થંકર-ભિન્ન (કરકં, સમુદ્રપાલ આદિ પ્રત્યેક બુદ્ધ છે). જેઓ ઉપદેશ પામીને જ મોક્ષમાં જાય છે, તે બુદ્ધબોધિત કહેવાય છે. તેમના પણ બે પ્રકારો છે : એક પરબોધક એટલે બીજાને ઉપદેશ આપનારા અને બીજા સ્વષ્ટકારી એટલે કેવલ પોતાનું જ કલ્યાણ કરનારા.
() જ્ઞાન-વર્તમાન કાળની દૃષ્ટિથી માત્ર કેવલજ્ઞાનવાળાને જ મુક્તિ મળે છે.
(૯) અવગાહના-ઊંચાઈ, ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્ય અને જઘન્યથી બે હાથ ઊંચાઈવાળા સિદ્ધ થાય. જે અવગાહનાથી સિદ્ધ થયા હોય, તેની બે તૃતીયાંશ અવગાહના મુક્તિમાં હોય છે.
(૧૦) અંતર-એકના સિદ્ધ થયા પછી તરત જ બીજો સિદ્ધ થાય તે નિરંતર-સિદ્ધ કહેવાય છે. જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ આઠ-સમય સુધી નિરંતર સિદ્ધિ ચાલુ હોય છે. નવમા સમયે કોઈ પણ મોક્ષે જાય નહિ. એકના સિદ્ધ થયા પછી બીજા સમયે કોઈ પણ સિદ્ધ ન થાય અને ત્રીજા સમયે કોઈ સિદ્ધ થાય તો તે સાંતર સિદ્ધ કહેવાય. એક સિદ્ધ થયા પછી બીજા સિદ્ધ થનારની વચ્ચેનું અંતર જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ છે માસનું હોય છે.
(૧૧) સંખ્યા-એક સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી એકસો ને આઠ સિદ્ધ થઈ શકે છે.
(૧૨) અલ્પ-બહુત્વ-ઉપરના અગિયાર ભેદોમાંથી સંભાવ્ય ભેદોની પરંપરામાં ન્યૂનાધિકતાનો વિચાર કરવો, તે અલ્પ-બહુત વિચારણા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org