SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪૪૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ શક્તિ પ્રાપ્ત થાઓ. હે પ્રભો ! મને એવું સામર્થ્ય પ્રાપ્ત થાઓ કે જેથી મારું મન સર્વજન-નિન્દિત એવું કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરાય નહિ, ગુરુજનો પ્રત્યે આદર-ભાવ અનુભવે અને અન્યનું હિત કરવા માટે ઉજમાળ બને. વળી હે પ્રભો ! મને સગુરુનો યોગ સાંપડજો, તથા તેમનાં વચનો પ્રમાણે ચાલવાની શક્તિ પ્રાપ્ત થજો. આ બધું જ્યાં સુધી મારે સંસારનો ફેરો કરવો પડે, ત્યાં સુધી અખંડ રીતે પ્રાપ્ત થજો. ૨. હે વીતરાગ ! તમારા પ્રવચનમાં જો કે નિયાણું બાંધવાની એટલે તપ-જપનાં ફળની વાસના રાખવાની મનાઈ ફરમાવી છે, તેમ છતાં હું તો એવી અભિલાષા કરું છું કે દરેક ભવમાં તમારાં ચરણોની સેવા કરવાનો યોગ મને પ્રાપ્ત થજો. ૩. હે નાથ ! આપને પ્રણામ કરવાથી દુઃખનો નાશ થાય, કર્મનો ક્ષય થાય, સમકિતની સ્પર્શના થાય અને મૃત્યુ-વખતે સંપૂર્ણ સમભાવ રહે તથા અંતસમયની આરાધના બરાબર થાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થજો, ૪ - સર્વ મંગલોમાં માંગલ્યરૂપ-અર્થાત્ મંગલ માત્રામાં ઉત્તમ મંગલસ્વરૂપ, સર્વ કલ્યાણોનાં કારણરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન જયવંતું વર્તે છે. ૫ (૬) સૂત્ર-પરિચય પરમપદને પહોંચવાના બે પ્રશસ્ત માર્ગ છે : તે માટે કહ્યું છે કે“જ્ઞાન-યિાખ્યાં મોક્ષ' “જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ પ્રાપ્ત થાય છે.” યોગશાસ્ત્રકાર મહર્ષિ પતંજલિએ ક્રિયાયોગની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે“તપ, સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાન એ ક્રિયાયોગ છે. તા:સ્વાધ્યાયેશ્વર-પ્રનિથાનાનિ ક્રિયાયો : ' (પાતંજલ યોગશાસ્ત્ર -૧). બીજા શબ્દોમાં કહીએ તો મન, વચન અને કાયાની શુદ્ધિ કરવી, જ્ઞાનની વૃદ્ધિ કરવી અને પ્રભુ-ભક્તિમાં લીન રહેવું તે મોક્ષ મેળવવાની ક્રિયા છે. આ ત્રણ ક્રિયાઓ જો કે અન્યોન્ય સંકળાયેલી છે અને એકબીજાનાં કારણરૂપ છે, તો પણ અપેક્ષાએ પ્રભુ-ભક્તિનું મહત્ત્વ વિશેષ છે, કારણ કે ચિત્તમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy