________________
‘જય વીયરાય’ સૂત્ર ૦ ૪૪૫
‘દુઃખ’ એ વાસ્તવિક સ્થિતિ નહિ, પણ એક પ્રકારનું સંવેદન છે; એટલે કે જે પ્રમાણમાં તેને વેદવામાં આવે છે, તે પ્રમાણમાં તેનો અનુભવ થાય છે. દાખલા તરીકે, બે માણસને એક સાથે એવા સમાચાર મળે કે તમારા ધંધામાં ખોટ ગઈ છે, તો એક માણસ જે વધારે સમજુ છે તેને સામાન્ય ‘દુ:ખ’ થાય છે, અથવા નથી પણ થતું; જ્યારે ઓછી સમજવાળો માણસ તે અંગે પુષ્કળ ‘દુઃખ’ અનુભવે છે અને અનેક પ્રકારનો વલોપાત કરે છે. એટલે સાચી સમજણ પ્રાપ્ત થવી તે જ ‘દુઃખ-નાશ’નો ઉપાય છે અને તે વીતરાગ ભગવાનથી પ્રાપ્ત થાય છે.
જમ્મૂ-વઓ-કર્મ-બંધનમાંથી મુક્તિ, મોક્ષ.
રાગ અને દ્વેષવાળી સઘળી પ્રવૃત્તિઓ કર્મ-બંધનનું કારણ છે. તેમાં ઉત્તેજનનું પ્રમાણ જેટલું વધારે તેટલું કર્મ-બંધન વધારે મજબૂત બને છે. આ સ્થિતિ દૂર કરવા માટે શાસ્ત્રકારોએ ‘સંવર' અને ‘નિર્જરા' નામનાં બે તત્ત્વોનું વર્ણન કરેલું છે. તેમાં ‘સંવર’ એ આવતાં કર્મોને રોકવાનો ઉપાય છે અને ‘નિર્જરા' એ વળગેલાં કર્મોને ખેરવવાનો ઉપાય છે. બીજી રીતે કહીએ તો ‘સંવર' એ ‘યમ અને નિયમ’ રૂપ છે. અને ‘નિર્જરા' એ ‘તપશ્ચર્યા’ રૂપ છે. કોઈ પણ આત્માએ કર્મ-બંધનમાંથી મુક્તિ મેળવવી હોય તો તે માટે તેણે જાતે પ્રયત્ન કરવો પડે છે. કોઈની કૃપા કે મહેરબાનીથી મુક્તિ પ્રાપ્ત થતી નથી; એટલે કર્મ-બંધનમાંથી મુક્તિ માગવાનો અર્થ એવી શક્તિ- એવો પુરુષાર્થ પેદા કરવાનો છે કે જેના વડે કર્મોનો ક્ષય થઈ શકે. સમાહિ-મરણં-સમભાવ-પૂર્વકનું મરણ.
“ોદિ-નામો-સમકિત. સમ્યક્ત્વ, કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, મોક્ષમાર્ગનાં સાધનોનો લાભ.
સંપન્નક મહ ×, તુર્ત્ત નાન્હ ! પળામ-રળ-હે નાથ ! તમને પ્રણામ કરવાથી એ બધું મને સાંપડજો.
(૫) અર્થ-સંકલના
હે વીતરાગ પ્રભુ ! હે જગદ્ગુરુ ! તમે જયવંત વર્તો. હે ભગવન્ ! તમારા સામર્થ્યથી મને સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટો, મોક્ષમાર્ગે ચાલવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org