________________
૪૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
પર એટલે બીજાનાં, અર્થ એટલે પ્રયોજન અને કરણ એટલે પ્રવૃત્તિ. મતલબ કે બીજાનું ભલું કરવું, તે ‘પરાર્થ-કરણ’ અગર પરોપકાર કહેવાય છે. આ જાતનો પરોપકાર બે રીતે થાય છે) : એક ‘લૌકિક’ અને બીજો ‘લોકોત્તર;’ અથવા એક ‘વ્યાવહારિક' અને બીજો ‘પારમાર્થિક’ તેમાં ‘લૌકિક ઉપકાર' અન્ન, વસ્ત્ર, ઔષધ, ધન, વસતિ તથા અન્ય જરૂરિયાતની વસ્તુઓ આપવાથી કે જરૂરના પ્રસંગે મદદ કરવાથી થાય છે અને ‘લોકોત્તર ઉપકાર' આત્મ-જ્ઞાન અને તેને પ્રાપ્ત કરવાનાં સાધનો બતાવવાથી તથા તેને અનુકૂલ સંયોગો કરી આપવાથી થાય છે. શ્રીતીર્થંકરદેવો તથા ધર્માચાર્યો શુદ્ધ દેશના વડે સમસ્ત જગત પર મહાન ઉપકાર કરે છે, તે આ દૃષ્ટિએ.
સુમુખોનો તન્વયળ-સેવળા-સદ્ગુરુનો યોગ અને તેમનાં વચન પ્રમાણે ચાલવાની શક્તિ.
પંચમહાવ્રતધારી શુદ્ધ સાધુને ‘શુભગુરુ’-સદ્ગુરુ કહેવામાં આવે છે. તેમનો સંબંધ પરમ ભાગ્યના યોગથી થાય છે. અને જો તેમના શાસ્ત્રાનુસારી ઉપદેશ પ્રમાણે ચાલવામાં આવે, તો જરૂર આત્મ-કલ્યાણ સાધી શકાય છે. તેથી એ પ્રકારની ભાવના અહીં પ્રગટ કરવામાં આવી છે.
આમવમણંડ-ભવોભવ અખંડ રીતે, જ્યાં સુધી જન્મમરણના ફેરા કરવા પડે ત્યાં સુધી સંપૂર્ણ રીતે.
વરિષ્નફ ફ વિ...ચલાળ-હે વીતરાગ ! તમારા પ્રવચનમાં (તમારા આગમોમાં) જો કે ‘નિયાણું' બાંધવાની એટલે તપ-જપાદિ ધર્મકરણીના ફલની વાસના રાખવાની કે સાટું કરવાની મનાઈ ફરમાવી છે, તેમ છતાં હું તો એવી અભિલાષા કરું છું કે ‘દરેક ભવમાં તમારાં ચરણોની સેવા કરવાનો યોગ મને પ્રાપ્ત થજો.'
તપ-જપનાં ફળની સાંસારિક ઇચ્છા વાસના, તે જ વાસ્તવિક રીતે ‘નિદાન-બંધન’ છે, તીર્થંકરોનાં ચરણોની સેવાની અભિલાષા કરવી, તે ‘નિદાન’ નથી; તે તો વાસ્તવિક રીતે ‘સમ્યક્ત્વ’ જ છે.
ટુવસ્તુ-વઓ-દુ:ખનો ક્ષય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org