________________
જય વયરાય” સૂત્ર ૦૪૪૭
રાગ-દ્વેષાદિ ક્લેશ દૂર કરવા માટે તે પુષ્ટ આલંબન છે.
શાસ્ત્રોમાં “અનુષ્ઠાનો મુખ્યત્વે પાંચ પ્રકારનાં કહ્યાં છે :- “(૧) વિષ, (૨) ગર, (૩) અનનુષ્ઠાન, (૪) તહેતુ અને (૫) અમૃત”. તેમાં (૧) લબ્ધિ, કીર્તિ આદિ સ્પૃહાથી જે “અનુષ્ઠાન કરવામાં આવે છે, તે વિષાનુષ્ઠાન' કહેવાય છે. (૨) આ લોકના ભોગો વિશે નિઃસ્પૃહતા, પરંતુ પરભવમાં દિવ્ય ભોગો ભોગવવાની અભિલાષાથી જે “અનુષ્ઠાન કરવામાં આવે છે , તે “ગરાનુષ્ઠાન” કહેવાય છે. (૩) કોઈ પણ પ્રકારની સ્પૃહા વિના પરંતુ કંઈ પણ સમજયા વિના જે “અનુષ્ઠાન કરવામાં આવે છે, તે “અનષ્ઠાન કહેવાય છે. (૪) મુક્તિમાર્ગના અનુરાગથી શુભભાવયુક્ત જે
અનનુષ્ઠાન કરવામાં આવે છે, તે “તહેતુ અનુષ્ઠાન' કહેવાય છે. અને (૫) જે “અનુષ્ઠાન' શુદ્ધ શ્રદ્ધાપૂર્વક અને પરમસંવેગથી ભાવિત થયેલા મન વડે એટલે કે ભવ-નિર્વેદ-પૂર્વક કરવામાં આવે છે, તે “અમૃતાનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાનોમાં પહેલાં બે અનુષ્ઠાનો ત્યાજય છે, છેલ્લાં બે અનુષ્ઠાનો પ્રશસ્ત હોઈને ઉપાદેય છે અને વચલું અનનુષ્ઠાન હેય હોવા છતાં ધર્મના વિષયમાં મુગ્ધબુદ્ધિવાળા જીવોને કથંચિત ઉપાદેય કહેલું છે. વળી શાસ્ત્રકારો કહે છે કે-“અનુષ્ઠાન'ની સફલતાનો આધાર પ્રણિધાન, પ્રવૃત્તિ અને વિઘ્ન-જય” પર રહેલો છે. “પ્રણિધાન એટલે ધ્યેય પ્રત્યેની એકાગ્રતા, ધ્યેય પ્રત્યેની અટલ શ્રદ્ધા કે ધ્યેયને પહોંચવાની અપૂર્વ આત્મ-શ્રદ્ધા. જ્યાં સુધી “અનુષ્ઠાન' કરવાની આ તૈયારી હોતી નથી, ત્યાં સુધી પુરષાર્થ જોઈએ તેવો ખીલતો નથી, અથવા ખીલે છે તો ધ્યેય પર કેન્દ્રિત નહિ થવાના કારણે તેનું યથેષ્ટ ફલ આવી શકતું નથી. તેથી “પ્રણિધાન’ એ “અનુષ્ઠાન'નું પ્રથમ પગથિયું છે. “પ્રવૃત્તિ” એટલે કાર્યનો આરંભ, કામની શરૂઆત કે વિધિવત આચરણ. જ્યાં સુધી “અનુષ્ઠાન કરનાર તે અંગે યોગ્ય “પ્રવૃત્તિ કરતો નથી, એટલે કે તે અંગે વિધિવત્ આચરણ કરતો નથી, ત્યાં સુધી તેનું યથેષ્ટ ફલ આવી શકતું નથી; માટે જ મનના દઢ સંકલ્પની જેમ “પ્રવૃત્તિ' નાં પગલાં પણ મક્કમ જ ભરવાં જોઈએ. અને તો જ સફળતા પ્રાપ્ત થવાનો સંભવ છે. વિષ્ણ-જય' એટલે માર્ગમાં આવતી મુશ્કેલીઓને ઓળંગવાની કુશળતા અથવા માર્ગમાં આવતા અંતરાયોને દૂર કરવાની કાબેલિયત. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org