________________
૪૪૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
ન રાચતાં આત્માભિમુખ થઈને ચારિત્ર-સુધારણા માટે જ પ્રયત્ન કરવો તેને વૈરાગ્ય, વિરક્તિ, અનાસક્તિ કે ઉદાસીનતા કહે છે. આવી ઉદાસીનતા પ્રગટ્યા સિવાય મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે યથાર્થ પ્રયત્ન થઈ શકતો નથી, તેથી પ્રથમ આવશ્યકતા તેની દર્શાવી છે. સમ્યગ્દર્શનનાં પ્રધાન લક્ષણોમાં પણ આ ગુણની ખાસ ગણના કરવામાં આવી છે. તે આ રીતે :
(૧) ઉપશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપા અને (૫) આસ્તિક્સ.''
માણુસાવિત્ર-માર્ગાનુસારિતા, ચારિત્રધર્મ-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના માર્ગે ચાલવાની વૃત્તિ.
માર્ગ-'શબ્દથી અહીં મોક્ષમાર્ગ સમજવાનો છે. તે માટે શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૨૮મા અધ્યયનમાં કહ્યું છે કે :
" नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । છ્યું મામળુપત્તા, નીવા પઘ્ધતિ સા(મુT);"'' “જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ માર્ગને અનુસરનારા જીવો સદ્(સુ)ગતિને પામે છે.”
એટલે ‘માર્ગાનુસારિતા-'શબ્દથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનો વિકાસ સમજવાનો છે.
વ્રુત-સિદ્ધી-ઇષ્ટફલ-સિદ્ધિ.
શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના તૃતીય પ્રકાશની સ્વોપજ્ઞ વૃત્તિમાં જણાવ્યું છે કે :
“इष्टफलसिद्धिरभिमतार्थनिष्पत्तिः ऐहलौकिकी, यथोपगृहीतस्य ચિત્તસ્વાસ્થ્ય મવતિ તસ્માઓવાદ્દેયપ્રવૃત્તિ:-ઇષ્ટફલ સિદ્ધિ એટલે આ લોકના અભિમત અર્થની નિષ્પત્તિ, તેનાથી ચિત્ત સ્વાસ્થ્ય અને તેથી ધર્મારાધનની પ્રવૃત્તિ."
તો વિરુદ્ધ-જ્વાઓ-શિષ્ટજનોથી નિંદાયેલાં કામોનો ત્યાગ, જે કાર્યો લોકોમાં દુષ્ટ મનાતાં હોય તેનો ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org