SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ થંડા-[મgGT]-સંપૂર્ણ, પૂરેપૂરી. વરિષ્ન-[વાર્થ]-વાયું છે, નિષેધ કરેલો છે, ના પાડી છે. વારવું એટલે રોકવું અથવા ના પાડવી. નઃ વિ-[ ]-યદ્યપિ, જો કે. - નિય-ગ્રંથ-[નાન-બન્થન[]-નિદાન-બંધન, નિયાણું બાંધવું તે. ધર્માનુષ્ઠાનનાં ફળ તરીકે સાંસારિક સુખનો સંકલ્પ-વિશેષ તે નિદાન” અથવા “નિયાણું' કહેવાય છે. તેના ત્રણ પ્રકારો ચેઇય વંદણ મહાભાસની ગાથા પ૬ અનુસાર લેવાયા છે અને તે નીચે મુજબ છે : (૧) ઇહલોક-નિદાન, (૨) પરલોક-નિદાન, (૩) કામભોગનિદાન.” તેમાં આ લોક-સંબંધી સૌભાગ્ય, રાજય, બલ અને રૂપ-સંપદાની અભિલાષા કરવી, તે (૧) “ઇહલોકનિદાન” છે. વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવાની અભિલાષા કે ઇંદ્રાદિ-પદવી મેળવવાનો સંકલ્પ, તે (૨) “પર લોકનિદાન' છે અને ધર્મ-કરણી કર્યા બાદ ભવોભવમાં શબ્દાદિ કામ-ભોગની અભિલાષા કરવી, તે (૩) “કામભોગ-નિદાન” છે. સમકિતની અભિલાષા, સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવાની અભિલાષા કે મોક્ષ-પ્રાપ્તિ માટેનો સંકલ્પ એ નિદાન” નથી; કારણ કે તેમાં સાંસારિક વાસનાઓમાંથી છૂટા થવાનો મનોરથ છે. સમા-સિમ-શાસ્ત્રમાં, આગમમાં. “સમય' શબ્દના અનેક અર્થો થાય છે, જેમ કે : વખત, કાલ, કાલનો અતિસૂક્ષ્મ ભાગ, સંયમ, સદાચાર, સામાયિક, શાસ્ત્ર, સિદ્ધાંત, આગમ કે પ્રવચન, શ્રીસૂત્રકૃતાંગસૂત્રના પ્ર. શ્રુ. સ્કે ના. ૨૧માં અધ્યયનમાં આ શબ્દનો ઉપયોગ આવા જ ભાવાર્થમાં થયેલો છે, જેમ કે "एवं खु णाणिणो सारं, जं न हिंसंति कंचण । રિંક્ષા-સાથે ચેવ, પતાવંતં વિશાળીયા ૨૪” “જ્ઞાનીઓએ દર્શાવેલા સાર એ જ છે કે સુજ્ઞો કોઈની પણ હિંસા કરતા નથી. અહિંસા એ જ સિદ્ધાંત છે, અર્થાત્ આગમનો સાર છે એટલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy