________________
૩૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
દરમ્યાન, એક ગાઢ અંધકારભરી રાતે શયામાં સુખપૂર્વક સૂતેલા પ્રભુની માતાએ ઘનઘોર અંધકારમાં પણ પોતાની પાસે થઈને જતા કૃષ્ણ સર્પને જોયો અને આ રીતના સર્પદર્શનથી આશ્ચર્યાન્વિત બનેલા તેમણે આ વાત શ્રી અશ્વસેન રાજાને કરી.
ગાઢ અંધકારમાં આ રીતનું સર્પદર્શન શક્ય જ ન હતું પણ ગર્ભમાં પધારેલા ત્રિજગગુરુના મહામહિમાવંત પ્રભાવથી જ આ બન્યું હોવાની ભગવંતના પિતાને ખાતરી થઈ અને તેથી ભગવંતના જન્મ પછી જ્યારે તેમના નામકરણનો પ્રસંગ આવ્યો ત્યારે પૂર્વોક્ત ઘટનાને લક્ષ્યમાં રાખી, તે ઘટનાને અનુરૂપ (પાસે થઈને જતા સર્પને જોયો માટે પાર્થ) “પાર્શ્વ' એવું તે ત્રિજગદ્ગુરુનું નામ સ્થાપવામાં આવ્યું અને ત્યારથી તેઓ “પાર્થ” નામથી ઓળખાયા.
ઉપરાંત તેમની આદેયતા લોકમાં અન્ય તીર્થંકરો કરતાં વધુ અને દીર્ઘકાલ પર્યત રહી તેથી તેઓ પુરુષાદાનીય (પુરુષોમાં ઉત્કૃષ્ટ આદેય નામકર્મવાળા) કહેવાયા. विषधरविसनिन्नासं
વિષથવિનિશ રૂપી ગુણ એ શ્રી પાર્શ્વનાથ ભગવંતની અનુપમ વિશિષ્ટતા છે. તેઓશ્રી કર્મોથી રહિત હોવા ઉપરાંત વિષધરોના વિષના નાશક પણ છે.
અહીં વિષધર શબ્દથી મુખ્યત્વે દ્રવ્યવિષધરો એટલે ઝેરી સર્પો લેવાના છે. જો કે ભાવવિષધરો-રાગાદિ વિષધરો-પણ લક્ષ્યાર્થથી ગ્રાહ્ય થઈ
શકે.
“વિષધરોના વિષનો નાશ કરનારા' એટલું વિશેષણ જ માત્ર પર્યાપ્ત નથી. કારણ કે જેને વિષધરનો ઉપદ્રવ ન થયો હોય તેને માટે શ્રી પાર્શ્વનાથ ભગવંત શી વિશેષતા ધરાવે છે ? એ પ્રશ્ન બાકી રહે છે. માટે તરત જ
કારના પ્રવાસ' વિશેષણ મૂકવામાં આવ્યું છે. “મંાનવાવા' વિશેષણની આવશ્યકતા :
શ્રી પાર્શ્વનાથ ભગવંત વિપત્તિઓનુ ઉપશમન (મંગલ) તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org