________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૦ ૩૭૭
જીવોના ઉપકારાર્થે પોતાની પાંત્રીસ ગુણયુક્ત વાણી વરસાવે છે. તેના યોગે અનેક ભવ્યાત્માઓ સર્વવિરતિ, દેશિવરતિ તથા સમ્યક્ત્વ અંગીકાર કરે છે. શ્રી જિનેન્દ્ર ભગવાન પણ તે સમયે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તે જ સમયે શાસનની રક્ષા માટે યક્ષ તથા યક્ષિણી પણ સ્થાપિત થાય છે. તેમનું કાર્ય શાસનના આરાધકો ઉપર આવતાં વિઘ્નોનું નિવારણ કરવાનું છે.
ભગવંત શ્રી પાર્શ્વનાથનો શાસનયક્ષ પાર્શ્વયક્ષ છે. જે ભગવંત શ્રી પાર્શ્વનાથ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા ભક્તોનાં કષ્ટોને સદા દૂર કરનાર છે. પ્રસ્તુત સ્તોત્ર પાર્શ્વયક્ષથી પણ અધિષ્ઠિત છે તેથી તેમનું સ્મરણ અહીં કરાયું છે. પ્રથમ ગાથાના બીજા ચરણમાં આવતું ‘પર્સ' પદ આ અવસર્પિણીમાં થયેલા તેવીસમા અર્હત્ શ્રી પાર્શ્વનાથ ભગવંતનું વાચક છે.
સત્તાકાળ
તેમનો સત્તાકાળ આ અવસર્પિણીનો ચોથો આરો જ્યારે ત્રણસો તેપન વર્ષ અને સાત માસ જેટલો બાકી હતો ત્યારથી આરંભી તે બસો તેપન વર્ષ અને સાત માસ જેટલો બાકી રહ્યો ત્યાં સુધીનો (પૂરા સો વર્ષનો) હતો.
શ્રમણ ભગવાન મહાવીરના જન્મથી બસો અઠ્ઠોતેર વર્ષ પૂર્વે તે પરમતા૨કે મનુષ્યલોકમાં જન્મ લીધો હતો અને શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના જન્મથી એકસો અઠ્ઠોતેર વર્ષ પૂર્વે તે પરમેશ્વરે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું.
નામ પાછળનો ઇતિહાસ
તેમના ‘પાસ' (પા) નામ પાછળનો ઇતિહાસ શાસ્ત્રોમાં નીચે મુજબ દર્શાવાયેલ છે.
તેવીસમા તીર્થપતિનો આત્મા પોતાના સમ્યક્ત્વપ્રાપ્તિ પછીના નવમા ભવનું (દેવભવનું) આયુષ્ય પૂર્ણ કરીને પોતાના સંસારનો અંતિમભવ પૂર્ણ કરવા વારાણસી નગરીમાં અશ્વસેન રાજાના કુલમાં વામાદેવીની કુક્ષિમાં અવતર્યો. તેમની માતાના ઉદરમાં સ્થિતિ હતી તે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International