________________
देहि बोधि भवे भवे
૩૭૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
આ પદોના અર્થોમાં કશું જ પરિવર્તન નથી.
पासजिनचंद !
‘પાસ’(પાશ) એટલે કર્મબંધ. તેને જીતનારા તે ‘પાનિા' એટલે સુવિહિત સાધુઓ. તેમના પ્રત્યે ચન્દ્ર જેવા તે પાનિળચંદ્ર એટલે સુવિહિત સાધુઓ પ્રત્યે ચન્દ્રની જેમ ઉપસર્ગોના તાપને દૂર કરવા વડે આહ્લાદક અથવા તો પાશથી એટલે તે નામના આયુધથી જય પામનારી અર્થાત્ શત્રુઓને વશ કરનારી તે ‘પાનિ' એટલે પદ્માવતી. પોતે તેના પતિ હોવાથી તેને આહ્લાદ આપનાર તે ‘પાસનિળયંત્’ એટલે ધરણેન્દ્ર !૧ ધરણેન્દ્ર પક્ષમાં પાંચમી ગાથાનો અર્થ આ રીતે થાય છે ઃ
મહાયશસ્વી(શ્રી પાર્શ્વનાથ)ની ભક્તિના સમૂહથી અલ્પ થઈ ગયું છે પાપ જેનું એવા ! નાગોના રાજા ! સુવિહિત સાધુઓ માટે ચન્દ્ર સમાન ! યા તો પદ્માવતીને આહ્લાદ આપનાર ! ભવનપતીન્દ્ર (શ્રી ધરણેન્દ્ર !) આ રીતે તમે સ્તવાયા છો તેથી ભવોભવ મને બોધિ આપો.
આ પ્રમાણે પાર્શ્વયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્ર પક્ષમાં પાંચે ગાથાના જુદા જુદા જે અર્થો થાય છે તે દર્શાવવામાં આવ્યા.
ઉવસગ્ગહરં અંગે કેટલાક વિચારો
વસાહર એ પાંચ ગાથા પ્રમાણ સ્તોત્ર છે અને તેથી તેને ‘વસાદથોત્ત' એ નામથી પણ સંબોધાય છે.
સ્તોત્રની વ્યાખ્યા પ્રાચીન પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કરી છે ઃજેમાં ઘણા શ્લોકો હોય તે સ્તોત્ર કહેવાય છે.
ર
१. पाशं कर्मबन्धं जयतीत्यचि पूर्ववत् णे च. पासजिणा - पाशजेतारः सुविहितसाधवस्तान् प्रति चन्द्र इवोपसर्गतापनिर्वापणेनाहह्लादकत्वात् तस्यामन्त्रणं हे पासजिणचंद ! यदि वा पाशेन जयति शत्रून् वशं नयति इति प्राकृते पासजिणा- पद्मावती तां चन्दतिआह्लादयति भर्तृत्वात् च देवी तस्य सम्बोधनम् । -અ. ક. લ. પૃ. ૨૩
२. स्तोत्रं तु बहुश्लोकमानं
-પંચાશક પ્ર., પૃ. ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org