________________
૩૫૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
પ્રકારના સિદ્ધાંતનું પિરપાલન કરવાથી ફલસિદ્ધિ થાય છે. ૧
(૬)
પ્રશ્ન : જે દેવતાનો મંત્ર હોય તે જ દેવતા મંત્રના સાધકને ફળ આપે છે કે બીજા કોઈ દેવ પણ ફળ આપે છે ?
ઉત્તર ઃ જે દેવતાને આશ્રયીને મંત્ર રચાયો હોય તે જ દેવતા તે મંત્રના વિધિપૂર્વકના પ્રયોગના સામર્થ્યથી સિદ્ધાંતને અનુસરતા પુરુષને અનુગૃહીત કરે છે, બીજા દેવતા નહિ.
(૭)
પ્રશ્ન : ઉવસગ્ગહરં સ્તોત્ર આધ્યાત્મિક નિવૃત્તિદાયક જ છે કે આધિદૈવિક તથા આધિભૌતિક ઉપદ્રવોથી પણ નિવૃત્તિ આપનાર છે ?
ઉત્તર : આ સ્તોત્ર સર્વ પ્રકારની નિવૃત્તિ આપનાર છે. આ સ્તોત્રનું સ્મરણ કરનારના આધિભૌતિક તથા આધિદૈવિક ઉપદ્રવો નાશ થાય છે. તે હકીકત સ્તોત્રની બીજી ગાથામાં સ્તોત્રકારે સ્પષ્ટ કરેલ છે અને પરંપરાએ તે આધ્યાત્મિક નિવૃત્તિ આપનાર છે તે સ્તોત્રની ચોથી ગાથામાં સ્પષ્ટ કરેલ છે. એટલે આ સ્તોત્ર સર્વ પ્રકારની નિવૃત્તિ આપનાર છે.
(c)
પ્રશ્ન : નમિળ પાસ વિસહર એ મંત્ર છે ? કે માલામંત્ર છે ? ઉત્તર : નમિળ પાસ વિસવસહ નિતિન એ મંત્ર છે કારણ કે દશ અક્ષરોથી વીસ અક્ષરો પર્યંતના મંત્રને મંત્ર કહેવામાં આવે છે જ્યારે એકવીસ અક્ષરો યા તેથી વધુ અક્ષરોવાળા મંત્રને માલામંત્ર
१. येन हि यत्र यथा समयः कृतस्तत्र तथा समयानुपालनात् फलं निष्पद्यते । -સ્યા. ૨. પરિ. ૪ સૂ. ૭ પૃ. ૬૩૨-૩૩
२. यां वा देवतामाश्रित्य मन्त्रः सैव तत्समभिव्यापारसामर्थ्यात् समयमनुपालयन्तमनुगृह्णाति । સ્યા. પરિ, ૪. સૂ. ૭ પૃ. ૬૩૨-૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org