________________
३९
બતાવનારા ગ્રંથોના વાંચનમાં જ સમય પસાર કરવાને આજનું માનસ ટેવાઈ ગયેલું છે. તેથી જ ગણધરરચિત સૂત્રો, તેની શૈલી, તેની ભાષા તથા તેમાં ભરેલા મહાન અર્થો સંબંધી અભ્યાસમાં રસ ઉત્પન્ન થતો નથી.
એ જ રીતે-શ્રદ્ધા પણ આજે જે તે વ્યક્તિ ઉપર, જેની તેની બુદ્ધિ ઉપર મૂકવાને લોકમાનસ ટેવાઈ ગયેલું છે. તેવી દશામાં શુદ્ધ વ્યક્તિત્વવાળા, શુદ્ધ ચારિત્રવાળા, વિશાળ બુદ્ધિવાળા અને નિષ્કારણ કરણાવાળા મહાપુરુષોએ મહાન પ્રયોજનની સિદ્ધિ માટે જે સૂત્રો અને જે ક્રિયાઓ બતાવ્યાં છે, તેના અભ્યાસમાં કંટાળો, પ્રમાદ કે આળસ અનુભવાય તે પણ સહજ છે.
આવશ્યકસૂત્રોની ભાષા સર્વશ્રેષ્ઠ છે. અર્થ ઘણા ગંભીર છે, રચના સર્વમંત્રમય છે, એ જાતિનું જ્ઞાન અને રચયિતા સર્વશ્રેષ્ઠ ચારિત્રસંપન્ન, સર્વોત્તમ બુદ્ધિના નિધાન, અને લોકોત્તર કરુણાના ભંડાર છે. એ જાતિની શ્રદ્ધા થયા પછી આવશ્યકસૂત્રોના અભ્યાસમાં તથા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નિત્ય પ્રતિક્રમણની ક્રિયામાં રસ ઉત્પન્ન ન થાય, તે બનવાજોગ નથી. બલકે બીજા બધા અભ્યાસો અને બીજી બધી ક્રિયાઓના રસ કરતાં તેનો રસ ચઢી જાય તેવો છે, એવો અનુભવ અવશ્ય થાય છે. તત્ત્વજ્ઞાનના ગ્રંથોનો અભ્યાસ પ્રથમ કેમ નહિ ?
આવશ્યકસૂત્રોનો અભ્યાસ કેવળ ક્રિયા કરનારાઓને ઉપયોગી છે. પણ જ્ઞાનની ઝંખનાવાળાને તેમાંથી કાંઈ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એવી પણ એક ફરિયાદ કરવામાં આવે છે. તેનો ઉત્તર નિયુક્તિકાર ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામી પોતે જ નિયુક્તિની ગાથાઓમાં સચોટ રીતે આપે છે. સઘળાયે શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે અને સઘળાયે ચારિત્રનો સાર મોક્ષ છે. એ જિનશાસનનો આ મુદ્રાલેખ છે. જે જ્ઞાનની પાછળ ચારિત્રનો હેતુ નથી, તે જ્ઞાન નહિ, પણ એક પ્રકારનું અજ્ઞાન છે, પ્રકાશ નહિ પણ એક પ્રકારનો અંધકાર છે. જે ચારિત્રની પાછળ મોક્ષનું સાધ્ય નથી, તે ચારિત્ર નહિ પણ એક પ્રકારનું કાયકષ્ટ છે, ગુણ નહિ પણ ગુણાભાસ છે. મોક્ષ એ જ સર્વ પ્રયોજનોનું પ્રયોજન છે, સર્વસાધ્યોનું સાધ્ય છે, મોક્ષનું સાધન છે, માટે જ ચારિત્ર આદરણીય છે, મોક્ષના સાધનનું સાધન છે, માટે જ જ્ઞાન આદરણીય છે, જ્ઞાન એ ચારિત્રનું સાધન બને નહિ, અને ચારિત્ર એ મોક્ષનું સાધન બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org