________________
અર્થ-ગાંભીર્ય બીજાં બધાં શાસ્ત્રો કરતાં અધિક હોય, તે સહજ છે. સૂત્રરચનાની અપેક્ષાએ, અર્થ-ગાંભીર્યની અપેક્ષાએ, સૂત્ર અને અર્થ તદુભયના વૈશિષ્ટટ્યની અપેક્ષાએ ગણધરરચિત કૃતિઓનું મૂલ્ય સૌથી અધિક છે. એ દષ્ટિએ પ્રતિક્રમણ સૂત્રો અને તેનો અભ્યાસ ચતુર્વિધ સંઘને મન અધિક આદરપાત્ર રહે, એમાં લેશ પણ આશ્ચર્ય પામવા જેવું નથી. ગણધરરચિત શ્રીઆચારાંગસૂત્ર આદિ અન્ય રચનાઓ કેવળ મુનિગણને યોગ્ય અને તે પણ અધિકારી અને પાત્ર જીવોને યોગ્ય હોઈ શ્રીઆવશ્યકસૂત્રનું સ્થાન તેનાથી વધારે વ્યાપક છે; કારણ કે તેનો અધિકારી બાળ, બુધ અને મધ્યમ એ ત્રણેય પ્રકારનો વર્ગ છે. ત્રણે પ્રકારના સાધુ અને શ્રાવક વર્ગને તે સૂત્રો નિત્યની ક્રિયામાં ઉપયોગી હોવાથી તેનો અભ્યાસ શ્રી જિનાજ્ઞાવર્તી ચતુર્વિધ સંઘમાં વધારે વ્યાપક અને સૌથી પ્રથમ સ્થાન લે, એ સર્વથા સુઘટિત છે.
આજે એ ફરિયાદ છે કે- પ્રતિક્રમણ સૂત્રોનો અભ્યાસ વિદ્યાર્થીને નીરસ લાગે છે અને તેની કિયા કંટાળાભરી જણાય છે. તેથી ધાર્મિક અભ્યાસક્રમમાં ફેરફાર તથા સુધારો થવો જોઈએ. આ ફરિયાદ સંબંધી જણાવવાનું કે શ્રી ગણધરભગવંતોની કૃતિ રસપૂર્ણ જ હોય. માત્ર તે રસનો આસ્વાદ અનુભવવા માટે આપણે પોતે તેને યોગ્ય બનવું જોઈએ-તેના અધિકારી બનવું જોઈએ.
આ અધિકારીપણું જ્ઞાન અને શ્રદ્ધા ઉભયને માગે છે. જ્ઞાન ભાષાસંબંધી, સૂત્રરચના સંબંધી અને અર્થગાંભીર્ય સંબંધી હોવું જોઈએ. શ્રદ્ધા રચયિતા સંબંધી, રચયિતાના વ્યક્તિત્વ અને ચારિત્ર સંબંધી, રચયિતાની વિશાળ બુદ્ધિ અને અનંત કરુણા સંબંધી હોવી જોઈએ. પરંતુ અંગ્રેજી ભાષાના વધુ પડતા આદર અને બહુમાનથી આજની પ્રજાએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું જ્ઞાન લગભગ ગુમાવ્યું છે. વળી થોડા અક્ષરોમાં ઘણા અર્થો સમાવી લેવાની શક્તિ ધરાવનારાં સૂત્રો અને તેની રચનાશૈલીની શ્રેષ્ઠતા નહિ સમજવાના કારણે, ઘણા શબ્દોમાં થોડો જ અર્થ કહેનારા એવા અન્ય વાંચનમાં શક્તિનો ઘણો વ્યય થઈ રહ્યો છે. તથા જેના અભ્યાસથી એક જ જન્મમાં અનેક જન્મોનાં કાર્ય સિદ્ધ થઈ શકે એવા અર્થો અને તત્ત્વોથી ભરેલાં શાસ્ત્રોને છોડીને એક જ જન્મના તત્ક્ષણ પૂરતા કાર્યની સંદિગ્ધ સિદ્ધિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org