________________
૨૬૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
અષ્ટાપદ પર્વત કોસલદેશની સીમા પર કે તેની નજીક આવેલો હોવો જોઈએ, તેમ જંબૂદીપપ્રજ્ઞપ્તિના નીચેના ઉલ્લેખ પરથી સમજાય છે :
दसहिं रायवरसहस्सेहिं सद्धि संपरिवुडे विणीअं रायहाणि मज्झेण णिग्गच्छइ, [णिग्गच्छि]त्ता मज्झदेसे सुहंसुहेण विहरइ, [विहरि]त्ता जेणेव अट्ठावयपव्वते तेणेव उवागच्छइ ।
- ભરત ચક્રવર્તીનો આ અધિકાર છે. ભરત ચક્રવર્તી દસ હજાર રાજાઓથી પરિવૃત થઈને વિનીતા નામની રાજધાનીની મધ્યમાંથી નીકળીને મધ્યદેશમાં-કોશલદેશની મધ્યમાં (મધ્ય-શશી મળે ટી.) વિચરે છે અને ત્યાંથી જયાં અષ્ટાપદ પર્વત આવેલો છે, ત્યાં જાય છે.
વળી સગરચક્રવર્તીના જહુકુમાર આદિ સાઠ હજાર પુત્રો, એ પર્વતની આસપાસ ખાઈ ખોદાવીને તેમાં ગંગા નદીનું જલ લઈ જાય છે અને તેમ કરતાં મરણ પામે છે તથા પાછળથી સગરચક્રવર્તીનો પૌત્ર ભગીરથ ત્યાં જઈને ગંગાનદીને દંડ વડે આકર્ષે છે અને તેથી તે (ગંગાનદી) કુરુદેશના મધ્યભાગથી, હસ્તિનાપુરની દક્ષિણથી, કોશલદેશની પશ્ચિમથી, પ્રયાગની ઉત્તરમાં, કાશીના દક્ષિણમાં અને અંગ તથા મગધદેશની ઉત્તર તરફ થઈને પૂર્વસાગરમાં ભળી જાય છે, જ્યાં તે ગંગા-સાગર તરીકે ઓળખાય છે અને ભગીરથના નામ પરથી તેનું નામ ભાગીરથી પડે છે. તે આખી વાત અષ્ટાપદને ગંગાનદીના મૂળ સાથે સંબંધ હોય તેમ જણાવે છે. પૂર્વકાલે કોશલદેશનો વિસ્તાર મોટો હતો અને તેની ઉત્તર-સરહદ-હિમગિરિ સુધી વિસ્તરેલી હતી. એટલે આ સ્થળ હિમાલયમાં જ કોઈક સ્થળે આવેલું હશે તેમ જણાય છે.
—૬-વિપાસT !-[ ષ્ટ-વિનાશના !]-આઠ કર્મનો નાશ કરનારા !
કર્મની પ્રકૃતિ આઠ જાતની છે. તે માટે શ્રીઉત્તરાધ્યયન સૂત્રના ૩૩મા અધ્યયનમાં કહ્યું છે કે :
अट्ठ कम्माई वोच्छामि, आणुपुव्वि जहक्कम । जेहिं बद्धो अयं जीवो, संसारो परिवत्तइ ॥
हामान
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org