________________
જગચિંતામણિ ચૈત્યવંદન ૦ ૨૬૩
कैलास पर्वतके उपर सिंहनिषद्या नामा मंदिर बनाया, उसमें आगे होनेवाले तेईस तीर्थंकरोंकी और श्रीऋषभदेवजीकी अर्थात् चौवीस प्रतिमाकी स्थापना की । और दंडर से पर्वतको ऐसा छीला कि जिस पर कोई पुरुष पगोंसे न चढ सके । उसमें आठ पद (पगथिये) रक्खे । इसी वास्ते कैलास पर्वतका दूसरा नाम 'अष्टापद कहते है । तबसे ही कैलास महादेवका पर्वत कहलाया । महादेव अर्थात् बडे देव, सो ऋषभदेव । तिसका स्थान कैलास पर्वत जानना (पृ. ४०९-४१०) ।
હાલની ભૂગોળ પ્રમાણે કૈલાસ પર્વત હિમાલયના તિબેટ દેશમાં માનસરોવરની ઉત્તરે ૨૫ માઈલ પ૨ આવેલો છે, જેને ત્યાંના લોકો કંગરીપો કહે છે. આ પર્વતનું શિખર બારે માસ બરફથી છવાયેલું રહે છે; એટલે તે રજતાદ્રિ કે સ્ફટિકાચલનું નામ સાર્થક કરે છે.ત્યાંનું હવામાન ઘણું જ ઠંડું અને તોફાની હોવાથી તેના પર આરોહણ કરવું એ ઘણું જ કઠિન ગણાય છે. આજ સુધીમાં અનેક સાહસિક પ્રવાસીઓએ તેના પર અમુક ઊંચાઈ સુધી આરોહણ કર્યું છે અને તે સંબંધી બને તેટલી પ્રામાણિક હકીકત મેળવવાની કોશિશ કરેલી છે. જૈન શાસ્ત્રોમાં એવા ઉલ્લેખો મળે છે કે જે ચરમ-શરીરી હોય અર્થાત્ તે જ ભવમાં મોક્ષે જનાર હોય, તે જ તેની યાત્રા કરી શકે છે. તે માટે શ્રીઉત્તરાધ્યયનસૂત્રની નિર્યુક્તિમાં કહ્યું છે કે-શ્વરમસરીરો સાદૂ. આતરફ નાવયં, ન અન્નશે ત્તિ (અ. ૧૦ ગાથા ૨૯૦) અર્થાત્ જે સાધુ ચરમ-શી૨ી હોય તે જ નગવર એટલે અષ્ટાપદ-પર્વત પર ચડી શકે છે, અન્ય નહિ. આ બાબતનો ઉલ્લેખ શ્રી હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રના દસમા પર્વના નવમા સર્ગમાં આ પ્રમાણે કરેલો છે :
योऽष्टापदे जिनान् नत्वा, वसेद् रात्रिं स सिध्यति ।
જે અષ્ટાપદ-પર્વત પર રહેલી જિન-પ્રતિમાઓને વંદન કરીને ત્યાં એક રાત્રિ ગાળે છે, તે સિદ્ધ થાય છે, શ્રીગૌતમસ્વામીએ ચરણલબ્ધિ વડે આ તીર્થની યાત્રા કરીને તથા ત્યાં એક રાત્રિ પસાર કરીને પોતાના ચરમશરીરીપણાની ખાતરી કરી હતી એવો વૃદ્ધવાદ છે.
શ્રીવસુદેવહિંડીના ૨૧મા લંભકમાં અષ્ટાપદ સંબંધી બે ઉલ્લેખો, આવે છે. તેમાં જણાવ્યું છે કે આ પર્વત વૈતાઢ્ય પર્વત સાથે જોડાયેલો છે અને ઊંચાઈમાં આઠ યોજન ઊંચો છે, તથા તેની તળેટીમાં નિયડી નામની નદી વહે છે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org