________________
સામાયિક પારવાનું સૂત્ર૭૨૫૩
(૬) સૂત્ર-પરિચય સામાયિકમાં વ્યતીત થયેલો કાલ સફલ છે અને બાકીનો બધો કાલ સંસાર-વૃદ્ધિનું કારણ છે* એટલે સામાયિકની ક્રિયા જીવનભર થાય તેવો આદર્શ રાખવો જોઈએ. જો તેમ ન બને તો દેશવિરતિ-ચારિત્રનો સ્વીકાર કરીને હંમેશાં બને તેટલો વખત સામાયિકમાં પસાર કરવો જોઈએ. તે પણ ન બને તો પ્રતિદિન અમુક સામાયિક કરવાનો નિર્ણય કરવો જોઈએ, અને તે પણ ન બને તો છેવટે પર્વદિવસે તો જરૂર સામાયિક કરવું જોઈએ.
સામાયિકની ક્રિયાનો અભ્યાસ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ મને શાંત અને સ્વસ્થ થતું જાય છે; તથા તેની એકાગ્રતા, મનન-શક્તિ અને ધારણા-શક્તિ ખીલતી જાય છે. જો કે માનસિક શક્તિઓની ખિલવણી એ સામાયિકનું મુખ્ય ધ્યેય નથી, તો પણ તે એક પ્રબલ સાધન છે અને તેનો ઉપયોગ વૃત્તિઓ પર કાબૂ રાખવામાં સફળ રીતે થઈ શકે છે, તેથી તેનો નિર્દેશ અહીં કરવો છે. વળી સામાયિકનો અભ્યાસ આગળ વધતાં ક્ષમા, નમ્રતા, અને સંતોષ જેવા મહાન ગુણો સારી રીતે વિકાસ પામતા હોઈને સામાયિક કરનારનો રસ સામાયિકની ક્રિયામાં દિન પ્રતિદિન ઉત્કૃષ્ટ બનતો જાય છે અને પછી તો તેને છોડવાનું જરા પણ દિલ થતું નથી. આવી સ્થિતિ અભ્યદયની શુભ નિશાની છે.
સામાયિક એ ચારિત્રનો સાર હોઈને મોક્ષમાર્ગનો મંગલ દરવાજો છે, તેથી તેની તુલના અન્ય કોઈ પણ પદાર્થથી થઈ શકતી નથી. તેમ છતાં કલ્પના-પ્રિય મનને સંતોષ આપવા માટે જ્ઞાની પુરુષોએ તેનું માહાસ્ય જુદી જુદી રીતે જણાવ્યું છે. એક સ્થળે કહ્યું છે કે :
दिवसे दिवसे लक्खं, देइ सुवनस्स खंडियं एगो । एगो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ॥
★ सामाइय-पोसह-संठियस्स जीवस्स जाइ जो कालो ।। સો સરૂનો વોલ્ગો, સેસો સંસારત-હેક |
જીવનો જે સમય સામાયિક અને પોષધમાં રહેતાં વ્યતીત થાય છે, તે સફળ છે જ્યારે બાકીનો બધો સમય સંસાર-વૃદ્ધિનું કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org